________________
૩૨૧
પીડા થવા લાગી. આ મુનિ જિનકલ્પિત સાધુ હતા, એટલે તેઓ શરીરના સંસ્કારથી વિમુખ હતા. સુભદ્રાને દયા આવી. તેથી સુભદ્રાએ પિતાની જીભના ટેરવાથી મુનિની આંખ માંહેનું પેલું તણખલું ઉપાડી લીધું; પણ સુભદ્રાનું કપાળ અચાનક મુનિના કપાળ સાથે અડી ગયું. તેથી સુભદ્રાએ કરેલા કંકુના ચાંલાની છાપ મુનિના કપાળમાં પડી. મુનિ ત્યાંથી ભિક્ષા લઈને બહાર નીકળ્યા.
એવામાં જ સુભદ્રાની સાસુ તથા નણંદે મુનિના કપાળમાં ચાંલ્લે જે. તેઓ તે સુભદ્રાના છિદ્રો શેધતી જ હતી. તેથી સુભદ્રાના પ્રમાદને લાભ આ રીતે તેઓએ મેળવ્યો. તરત જ તેમણે આ દશ્ય બુદ્ધદાસને બતાવ્યું, અને કહ્યું કે અમે રહેતા કહેતા કે સુભદ્રા કેવી પતિવ્રતા છે?
બુદ્ધદાસનો વહેમ સાચો ઠર્યો. સરળ સન્નારી પર સંકટ આવ્યું. તે પતિની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. કાચા કાનના બુદ્ધદાસે તેનો ત્યાગ કર્યો. સુભદ્રાના દુઃખને પાર ન રહ્યો, તે કર્મને જ દોષ દેવા લાગી અને કઈ રીતે માથે આવેલું કલંક દૂર કરવાના વિચાર કરવા લાગી. તેણે અઠમ તપ આદર્યો, અને શાસન દેવીનું આરાધન કર્યું. છેલ્લી રાત્રિએ દેવીએ આવીને કહ્યું. ફિકર ન કર. બહેન, સવારે સઘળું સારું થશે.
સવાર થતાં જ ચંપાનગરીના દરવાજા ઉઘડ્યા નહિ. લોકોને જવા આવવાની હરકત પડી. રાજાએ પણ વાત જાણી. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં. ઘણુ મંત્ર-ઉપચાર ક્ય, પણ ફેટ. બધાએ દેવતાઓનું સ્મરણ કર્યું. ત્યારે આકાશવાણી થઈ કે કોઈ મહાસતી કાચા સુતરના તાંતણથી ચારણીને બાંધી કુવામાંથી પાણી કાઢે; અને તે પાણી દરવાજાને છાંટે તો દરવાજા ઉઘડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com