________________
૩૩૯ મંદિર હતું, તેમાં હરિકેશ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન રહ્યા. હિંદુક નામને યક્ષ હરિ કેશ મુનિની તપશ્ચર્યા અને ચારિત્રથી પ્રસન્ન થઈ તેમને ભક્ત બન્યા અને મુનિની સેવા ચાકરી કરવા લાગ્યો.
હવે તે નગરના રાજાની પુત્રી ભદ્રા કેટલીક સખીઓ સાથે હિંદુક યક્ષની પૂજા કરવા આ ઉદ્યાનમાં આવી. ત્યાં તેણે મેલાં ઘેલાં વસ્ત્રવાળા અને કદરૂપા શરીરવાળા હરિકેશને જોયા, તેમને જોતાં જ તે ધૃણા પામી અને મુનિની નિંદા કરવા લાગી. પેલા યક્ષથી મુનિની થતી નિંદા સહન થઈ નહિ. તેથી તે રાજપુત્રી પર ગુસ્સે થયો, અને ક્ષણભરમાં તેને જમીન પર પછાડી દીધી. બાળી મૂછ પામી, અને બેહોશ બની ગઈ. તેના શરીરમાંથી રૂધિર નીકળવા માંડયું. આ જોઈ તેની સખીઓ ગભરાઈ ગઈ અને રાજા પાસે જઈ સઘળી વાત નિવેદન કરી. રાજા હિંદુક ઉદ્યાનમાં આવ્યું. તેણે જાણ્યું કે પુત્રીએ આ તપસ્વી સાધુની નિંદા કરી હશે, તેથી સાધુએ કપાયમાન થઈ આ પ્રમાણે કર્યું લાગે છે. એમ ધારી રાજા બે હાથ જોડી મુનિ પ્રત્યે કહેવા લાગે. હે મહારાજ, મહારી પુત્રીને અપરાધ ક્ષમા કરે. તરત પેલો યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી ગયે અને બોલ્યા હે રાજન ! જે, તું ત્યારી પુત્રીને આ મુનિ સાથે પરણાવે તો જ તે બચે. આ સાંભળી રાજા પોતાની પુત્રીને મુનિ સાથે પરણાવવા કબુલ થયો, એટલે યક્ષ તે બાળાના શરીરમાંથી નીકળી મુનિના શરીરમાં પેઠે. પુરોહિતને બોલાવી રાજાએ મુનિ સાથે તે બાળાનું લગ્ન કર્યું. તરતજ તિંદુક યક્ષ મુનિના શરીરમાંથી નીકળી સ્વસ્થાનકે ગયે. બાળાએ મુનિને કહ્યુંઃ મહારાજ ! મેં તમારી નિંદા કરી હતી, તે મારે અપરાધ ક્ષમા કરે અને મારે પ્રેમ સ્વીકારે. આ સાંભળી હરિકેશ મુનિ બોલ્યા હે બાળા, હું પંચ મહાવ્રતધારી સાધુ છું અને બ્રહ્મચારી છું. અમારાથી મન વચન કાયાએ સ્ત્રી સમાગમ થઈ શકે નહિ. બાળા! મેં તારી સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com