________________
૩૦
લગ્ન કર્યું નથી. પણ આ યક્ષ મારા શરીરમાં પ્રવેશવાથી આમ બન્યું છે, માટે કૃપા કરી તમે ફરી આવું વચન મારી સાથે બોલતા નહિ. બાળા મુનિના વચનથી નિરાશ થઈ, અને ઘેર આવી તેણે રાજાને સર્વ વાત વિદિત કરી. રાજાએ પુરોહિતને બોલાવ્યું. પુરોહિતે જણાવ્યું –મહારાજા! યક્ષથી ત્યજાયેલ બાળા પુરોહિત-બ્રાહ્મણને આપી શકાય છે. રાજાએ પિતાની પુત્રીને રૂદ્રદત્ત નામના પુરોહિત સાથે પરણાવી. પુરોહિત રાજકન્યા મળવાથી ઘણે રાજી થઈ ગયે. - પુરોહિતે આ કન્યાને પવિત્ર કરવા માટે એક પ્રચંડ યજ્ઞ આરંભ્યો. અનેક બ્રાહ્મણોને તે યજ્ઞમાં તેણે નોતર્યો. તે સર્વને જમવા માટે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભેજને રંધાવ્યાં. બ્રાહ્મણે યજ્ઞ મંડપમાં વેદ મંત્રોચ્ચાર બોલવા લાગ્યા. તેવામાં હરિકેશ મુનિ ભિક્ષાર્થે ફરતા ફરતા આ યજ્ઞપાડામાં આવી પહોંચ્યા.
જાડા હેઠ અને લાંબા દાંતવાળા આ કદ્દરૂપા અને બેડોળ મુનિને દેખી કેટલાક અભિમાની બ્રાહ્મણો ગુસ્સે થઈ બેલી ઉઠયાઃ અલ્યા, તું કેણુ છે? અને આ વાઘરી જેવા વેશે અહિ કેમ આ છે? ચાલ્યો જા અહિંથી જલ્દી, નહિ તો જીવતે નહિ રહેવા પામે.
આ સાંભળી હરિકેશ બોલ્યા–ભૂદે ! ક્રોધ ન કરે. હું અહિં ભિક્ષા લેવા સારું આવ્યું છું.
ભિક્ષા બિક્ષા અહિં નહિં મળે. તારા જેવા ભામટા માટે અમે ભોજન નથી બનાવ્યું. આ ભજન તે અમારા જેવા પવિત્ર બ્રાહ્મણોને જમવા માટે છે. કદાચ આમાંનું ભજન વધે તે અમે તે ફેકી દઈએ; પણ તારા જેવા બેડેળ ભિખારીને તે હરગીજ નહિ આપીએ. માટે આવ્યો તે રસ્તે ચાલ્યા જા, નહિતે જોરજુલમથી અમે તને મારીને હાંકી કહાડીશું. ઉક્ત કઠિન શબ્દો બ્રાહ્મણના મુખેથી સાંભળી હરિકેશ બોલ્યાઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com