Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 362
________________ ૩૪૧ “હે ભૂદેવ, હું બ્રહ્મચારી છું, નિરંતર તપશ્ચર્યા કરું છું, અસત્ય બોલતા નથી, અને વધેલાં અન્નમાંથી નિર્દોષ ભજન લઉં છું. તમે તો યજ્ઞમાં હિંસા કરે છે, જુઠું બેલે છે, બ્રહ્મચર્ય પાળતા નથી, માટે હું પવિત્ર છું તે મને તમારા માટે નીપજાવેલાં ભોજનમાંથી ડુંક આપ.” આ સાંભળતાં બ્રાહ્મણ વધુ ગુસ્સે થયા અને મુનિને ત્યાંથી હાંકી કાઢવા તત્પર થયા. યુવાન બ્રાહ્મણે એકદમ યજ્ઞ મંડપમાંથી બહાર નીકળી આવ્યા, અને સૌ કોઈ મુનિને મારવા લાગ્યા. આ આ દશ્ય હિંદુક યક્ષના જોવામાં આવ્યું. તેથી તે મુનિની વહારે આવ્યો અને મુનિના શરીરમાં પેસી ગયો. પેસતાં જ તેણે પિતાના પ્રચંડ બળથી અનેક બ્રાહ્મણોને ભેય ભેગા કરી દીધા. કેટલાકના નાક, કાન, મહે છુંદી નાખ્યાં, કેટલાકના શરીરમાંથી લોહિની ધારાઓ વહેતી કરી દીધી. એટલામાં રૂદ્રદત્ત બ્રાહ્મણ અને રાજકન્યા ભદ્રા ત્યાં આવી પહોંચ્યા. ભદ્રા હરિકેશ મુનિને ત્યાં ઉભેલા જોઈ આશ્ચર્ય પામી અને તેમને ઓળખી તેમના ચરણમાં તેણુએ વંદન કર્યું. ભદ્રાએ બીજા ભૂદેવને કહ્યું હમે આ મહામુનિની નિંદા શા માટે કરે છે ? આ તે મહાપ્રતાપી તપસ્વી મહાત્મા છે, અને બાળ બ્રહ્મચારી છે. યક્ષના પ્રભાવે તે મહને પરણ્યા હતા, પરંતુ પોતે બ્રહ્મચારી હેવાથી તેમણે મારે ત્યાગ કરેલો. માટે આ પવિત્ર મુનિને જે જોઈએ તે ખુશીથી આપે. એમ કહી તે ભદ્રા મુનિની ક્ષમા માગવા લાગી. યક્ષ આ વખતે મુનિના શરીરમાંથી પલાયન કરી ગયો. એટલે મુનિએ બાળાને કહ્યું હે બાળા, હું ત્યાગી અને તપસ્વી છું, મહારાથી ક્રોધ થઈ શકે નહિ; પણ યક્ષના પ્રવેશવાથી આમ બન્યું હતું. મારે માસક્ષમણનું આજે પારણું છે. માટે તમે યજ્ઞ માટે નિપજાવેલાં અન્નમાંથી મને થોડુંક આપ. તરત રાજકન્યાએ હરિકેશ મુનિને ભિક્ષાદાન આપ્યું. સુપાત્ર દાનના પ્રભાવે “અહેદાન, મહાદાન' એ ત્યાં આકાશ ધ્વનિ થયા. યજ્ઞ પાડામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374