________________
કલ્યાણ સાધના તારાં સગાંસબંધી, વિષયભોગ કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી; તેમજ, તું પણ તેમનું રક્ષણ કરી શકતો નથી, કે તેમને બચાવી શકતા નથી. દરેકને પિતાનાં સુખ દુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જ્યાં સુધી પિતાની ઉમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઈન્દ્રિયનું બળ તેમજ પ્રજ્ઞા સ્મૃતિ-જ્ઞાન શક્તિ વગેરે કાયમ છે, ત્યાં સુધી, અવસર ઓળખી, શાણા પુરુષે પિતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ.
–શ્રી આચારાંગ સૂત્ર.
જેને તું હણવાને વિચાર કરે છે, તે તું પિતે જ છે; જેને તું આજ્ઞા આપવા માગે છે, (જેના પર તું અધિકાર ભોગવવા માગે છે) તે તું પોતે જ છે; જેને તું સંતાપ આપવા ચાહે છે, તે તું પોતે જ છે; જેને તું દબાવવા ઈચ્છે છે, તે તે પોતે જ છે અને જેને તું ઉપદ્રવ કરવા માગે છે તે પણ તે પોતે જ છે.
સજજન માણસ આ પ્રમાણે સમજીને પિતાનું જીવન વિતાવતે છત, કઈ પણ જીવને મારતો નથી, બીજાની પાસે મરાવતે નથી અને (બીજા જીવ પ્રતિ આચરેલું દુઃખાદિ) પિતાને–આત્માને પાછળથી ભોગવવું પડે છે એમ સમજીને તેને ચાહતો પણ નથી.
–શ્રી આચારાંગ સૂત્ર.
અંતઃકરણપૂર્વક સત્યની અન્વેષણ કર ! અને સર્વ જીવો પર મૈત્રીભાવ ધારણ કર !
–શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર.
પીળું જીણું પાંદડું જેમ રાત્રિના સમૂહ પસાર થયે (કાળ પૂરે થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ, સમય માત્રને પ્રમાદ ન કર.
– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com