________________
૩૩૭
કુળમાં ઉત્પન્ન થયે, અને રૂપના મદથી તે બેડેળ, કાળા અને કદ્દરૂપ થયે. તેનું બેડેળપણું જોઈને તેના માબાપ અને સ્વપર જને સૌ કઈ તેની સામે તિરસ્કારની નજરે જોતું. એકવાર ગામમાં કંઈક ઉત્સવ હતા. એટલે બધા ચંડાળો એક સ્થળે એકઠા થઈમેજ શોખ કરી રહ્યા હતા. નાના છોકરાઓ નિર્દોષ રમ્મત રમતા હતા. તેવામાં હરિકેશ તેમની પાસે આવ્યા. હરિકેશને સ્વભાવ તફાની હતી, તેથી તે છોકરાઓને મારીને રંજાડવા લાગ્યો. છેકરાઓ રડતાં રડતાં પોતાના માબાપ પાસે ગયા અને હરિકેશ ભાર્યાનું કહ્યું. તેમના માબાપાએ બળકટને ફરિયાદ કરી. એટલે બળકટ ક્રોધાયમાન થઈને હરિકેશને મારવા દોડે. પણ હરિકેશ ત્યાંથી દૂર નાસી જઈને ધૂળના એક ઉંચા ઢગલા પર બેઠે, અને એકઠા થયેલાં સ્વજ્ઞાતિજનો તરફ દૂર નજરથી તે જોવા લાગ્યો. સઘળા ચંડાળ ટોળે મળીને આનંદ કરી રહ્યા હતા, તેવામાં ભયંકર હુંફાડા મારતો એક વિષધર સર્પ તે ટેળામાં આવ્યો. માણસો ભયભીત બનીને આમ તેમ નાસવા લાગ્યા. એક જોરાવર ચંડાળે આવી તે વિષધર સર્પ ઉપર લાકડીને ફટકે લગાવ્યો અને સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા.
થોડીવારે ફરીથી ત્યાં એક બીજો સર્પ આવ્યો. એક બે માણસો બોલી ઉઠયા–મારે, મારો. ત્યારે બીજાઓએ કહ્યું –ભાઈઓ, આ સર્પને કેઈ મારશો નહિ, કારણ કે તે ઝેરી નથી. એટલે તે કોઈને ઈજા કરશે નહિ. સર્પ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયે. માણસો પુનઃ પ્રમોદ કરવા લાગ્યા.
આ સઘળું દશ્ય ધૂળના ઢગલા પર દૂર બેઠેલો હરિકેશ જોઈ રહ હતો. તેણે વિચાર્યું કે, અહો ! જેનામાં ઝેર હોય છે, તેની બુરી દશા થાય છે, અને જેનામાં ઝેર હેતું નથી, જે સર્વદા શાંત છે, તેને કોઈ સતાવતું નથી. ખરેખર, હું ઝેરી છું. મહાર સ્વભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com