________________
૩૨૮
શીશા ફડાવી નાખ્યા, છતાં સુલતાના મનમાં મુનિ પ્રત્યે કિંચિત પણ અભાવ ન થયે, કે વહેરાવવા પ્રતિ અરુચિ ન થઈ. દેવ તેની ધર્મશ્રદ્ધાથી પ્રસન્ન થયે, અને તેણે પ્રકટ થઈ, તેલના શીશા પાછા આપી, સુલસાને વરદાન માગવા કહ્યું. સુલસાએ કહ્યું હે દેવ, હમે જ્ઞાનબળથી ભારે મરથ જાણું શકે છે. આથી દેવતાએ તેણીને ૩૨ ગોળીઓ આપી અને કહ્યું કે ત્યારે આમાંથી એકેક ગુટિકા ખાવી, એના પ્રભાવથી તને ૩૨ પુત્રો થશે. તેમજ તેને જ્યારે સંકટ પડે ત્યારે મને સંભાળજે. હું તારું વિબ દૂર કરીશ. એમ કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયા.
હવે સુલસાએ વિચાર કર્યો કે મારે ૩ર પુત્રે શું કરવા છે? કારણ કે તેથી તે તે બધાના મળમૂત્ર ધોવામાં મારો સમય ચાલ્યો જાય અને ધર્મધ્યાન થાય નહિ; તેના કરતાં બત્રીસ લક્ષણે એવો એકજ પુત્ર ઉત્પન થાય તે વધારે સારું. એમ વિચારી સુલસા બત્રીસે ગોળીઓ એકી સાથે ગળી ગઈ, આથી તેના ઉદરમાં ૩૨ ગર્ભ પ્રકટ થયા. પરિણામે તે મહાવેદના અનુભવવા લાગી, તેથી સુલસાએ પેલા દેવને યાદ કર્યો. દેવ આવ્યો. સુલસાએ પોતાની ગર્ભવેદનાની વાત કહી. દેવે તેને કહ્યા પ્રમાણે કામ ન કર્યા બદલ પકે આપ્યા. સુલસાએ ભવિતવ્યતાને નિયમ કહ્યો. છેવટે દેવે તેની વ્યથા દૂર કરી. અનુક્રમે તેણીએ ૩૨ પુત્રને જન્મ આપ્યો. નાગરથિકે મહાદાન દઈ પુત્રને જન્મોત્સવ કર્યો. પાંચ પાંચ ધાવમાતાઓથી ઉછેરાતાં તે પુત્રો વૃદ્ધિ પામ્યા; ધર્મ, કર્મ અને શાસ્ત્ર સંબંધી સર્વ કળાએ શીખ્યા; પિતાએ તેમના લગ્ન કર્યા. તેઓ શ્રેણિક રાજાના સેવક થયા. પુત્રવધુઓથી સુલસા સુખી થઈ
એકવાર શ્રેણિક રાજા સુચેષ્ટાનું સુરંગદ્વારા હરણ કરવા ગયે હતું, ત્યારે તે સુલતાના આ ૩૨ પુત્રને સાથે લઈ ગયા હતો. ચટક રાજાના સૈન્યને યુદ્ધ થયું. તેમાં સુલસાને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com