________________
૩ર૬
દીધું અને તે દૂર અટવીમાં નાસી ગયો. ધન્નાસાર્થવાહ પેલી કન્યાના શબ આગળ આવી પહોંચ્યો. શબને જોતાંજ તે મૂછિત થઈને નીચે પડ્યો અને આક્રંદ કરવા લાગ્યા. કેટલીકવારે તે શુદ્ધિમાં આવ્યું. આ વખતે ધન્નાને તથા તેના પુત્રોને ખૂબ દેડવાથી ભૂખ અને તૃષા લાગી હતી. અને પાણી વિના તેઓ મૃત્યુના મુખે આવી લાગ્યા, ત્યારે ધન્નાએ તેના પુત્રોને કહ્યું –હે પુત્રે, આપણને ઘણી ભૂખ અને તરસ લાગી છે, અને અહિં પાણી મળે તેમ નથી. તો આપણે મરી જઈશું અને રાજગૃહીમાં પહોંચી શકશું નહિ. માટે તમે મને મારી નાંખો અને મહારા માંસ, રૂધિરનો આહાર કરી સાત્વને પામો અને ઘેર જઈ સુખ ભોગવે. ત્યારે તેના મોટા પુત્રે કહ્યું, પિતાજી, તમે પરમ ઉપકારી છે; માટે તમે મને મારી નાખો. ત્યારે બીજાએ કહ્યું કે મને મારી નાખો. એમ વારાફરતી પાંચે પુત્રોએ કહ્યું. ત્યારે વિચાર કરી ધન્નાએ જવાબ આપ્યો –પુત્રો, કોઈને પણ મારવાનો વિચાર હવે નથી. પણ આ પુત્રી, જે હવે મરી ગઈ છે. માટે તેના માંસ રૂધિરને આહાર કરી આપણે ઘેર પહોંચીએ. બધાએ આ કબુલ કર્યું. એટલે આસપાસથી લાકડા વણી લાવી તેઓએ અગ્નિ સળગાવ્યો, અને તે પુત્રીનું માંસ વગેરે પકાવી તેને તે સઘળાએ આહાર કર્યો. પરિણામે તેઓ જીવતાં રહ્યા અને રાજગૃહી નગરીમાં પહોંચ્યા.
એકવાર પ્રભુ મહાવીર તે નગરમાં પધાર્યા. રાજા શ્રેણિક, ધન્ના સાર્થવાહ વગેરે વંદન કરવા ગયા. પ્રભુએ દેશના આપી. ધજાસાર્થવાહને વૈરાગ્ય થયો અને તેણે દીક્ષા લીધી. સખ્ત તપ જપ ધ્યાન ધરી, સંથારો કરી તે પહેલા દેવલોકમાં ગયા, ત્યાંથી કાળ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મેક્ષમાં જશે.
ન્યાય-જેમ ધનાસાર્થવાહે શરીર, વર્ણ, રૂપ, બળ કે વિષયને માટે સુષ
માદારિકાને આહાર હેતે કર્યો, પણ માત્ર રાજગૃહ નગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com