________________
૩૨૪
યેષ્ઠ પુત્રને સેપી પૌષધશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. સુરાદેવ એક વખત ધ્યાનમાં લીન હતા, તે વખતે અધ રાત્રિએ તેમને ચળાવવા માટે એક દેવ આવ્યો. તેણે રાક્ષસનું ભયંકર રૂપ કરીને વ્રત ભંગ કરવાનું સુરાદેવને કહ્યું; પણ સુરાદેવ ધ્યાનથી ડગ્યા નહિ, તેથી દેવે સુરાદેવના એક પછી એક ત્રણે પુત્રોને લાવીને તેની સમીપમાં ઉભા રાખી તરવારથી કાપી નાખ્યા. અને તેમના માંસને કડાઈમાં સેકીને, હેમનું લોહી સુરાદેવના શરીર પર છાંટયું, છતાં સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહિ; તેથી તે દેવે વધારે ક્રેધિષ્ટ બનીને સુરાદેવના શરીરમાં સોળ ભયંકર રોગ ઉત્પન્ન કરીને પીડા પમાડવાનું કહ્યું. આથી સુરાદેવ ત્રાસ પામ્યા અને તે દેવને પકડવા દેડડ્યા. દેવ નાસી ગયો અને સુરાદેવના હાથમાં એક સ્તંભ આવ્યો. તેથી સુરાદેવે કોલાહલ કર્યો. આ સાંભળી તેમની સ્ત્રી ધન્ના સફાળે જાગીને ત્યાં દોડી આવી; અને કેલાહલનું કારણ પૂછયું. સુરાદેવે વાત કહી. ધન્નાએ કહ્યું. આપણે ત્રણે પુત્રો તે નિરાંતે ઊંધે છે. માટે દેવે તમને ધ્યાનથી ચળાવવા ઉપસર્ગ આપે છે. માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાઓ. સુરાદેવે પ્રાયશ્ચિત લીધું. તે પછી તેમણે ૧૧ પ્રતિમા ધારણ કરી અને અંતિમ કાળે એક મહિનાનો સંચાર કર્યો. પ્રાતે આયુષ્ય પૂર્ણ કરીને સુરદેવ સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી તેઓ મેક્ષગતિ પામશે.
૨૩૩ સુષમાદારિકા શ્રેણિક મહારાજાની રાજગૃહી નગરીમાં ધન્ના સાર્થવાહ નામે એક મહા ઋહિવંત શેઠ રહેતે હતો. તેને પાંચ પુત્રો અને એક પુત્રી હતી. તે પુત્રીનું નામ સુષમાદારિકા, તે ઘણું સુંદર હતી. તે ધન્નાસાર્થવાહને ચિલાત નામને એક નોકર હતું. તે બાળકને હંમેશાં ક્રીડા કરાવતો હતો. ક્રમે ક્રમે આ નોકર બાળકનું ઘરેણું, કપડાં વગેરે ચરવા લાગ્યો. શેઠને આ વાતની ખબર પડવાથી શેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com