________________
૩ર૩
૨૩૧ સુમતિનાથ વનિતા નામની નગરીમાં મેઘરાજાની મંગળા નામની રાણીની ઉદરમાં શ્રાવણ શુદિ બીજે, વિજય વિમાનમાંથી ચવીને, તેઓ ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. અનુક્રમે ગર્ભકાળ પૂરે થયે વૈશાક શુદિ આઠમે પ્રભુને જન્મ થયો. સુમતિનાથ નામ પાડવામાં આવ્યું. યૌવનવય થતાં માતાપિતાએ ઘણી કન્યાઓ તેમને પરણાવી. દશ લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણામાં રહ્યા. પછી પિતાએ તેમને રાજ્ય સેંપી દીક્ષા લીધી. ર૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વાગ સુધી રાજ્ય ભોગવ્યું. પછી પ્રભુએ વરસીદાન આપી ૧ હજાર રાજાઓ સાથે વૈશાક શુદિ ૯મે દીક્ષા લીધી. ૨૦ વર્ષ છસ્થપણે રહ્યા પછી ચિત્ર શુદિ ૧૧ ના રોજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને ચમર આદિ ૧૦૦ ગણધર હતા. પ્રભુના શાસન પરિવારમાં ૩ લાખ ૨૦ હજાર સાધુ, ૫ લાખ ૩૦ હજાર સાધ્વી, ૨ લાખ ૮૧ હજાર શ્રાવકો અને ૫ લાખ ૧૬ હજાર શ્રાવિકાઓ હતા. પ્રભુ ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂવૉગ અને ૨૦ વરસ ઓછા, એટલે સમય કેવળપણે વિચર્યા. તે પછી સમેતશિખર પર એક હજાર સાધુઓ સાથે એક માસના અનશનના અંતે ચિત્ર શુદિ ૯ ના દિવસે પ્રભુ સિદ્ધ થયા.
૨૩૨ સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામે ગાથાપતિ હતા. તેમને ધજા નામની સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિમાં તેઓ કામદેવ સમાન જ હતા. એકવાર પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. સુરાદેવ પ્રભુને વાંદવા ગયા. પ્રભુની અમેઘ વાણીથી પ્રતિબંધ પામી, તેમણે શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. તેમની સ્ત્રી પણ શ્રાવિકા બની. બંને જણ વ્રત નિયમનું પાલન કરવા લાગ્યા. કેટલાક વર્ષો વિત્યાબાદ સુરાદેવ, ગૃહને સઘળે કારભાર પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com