Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 353
________________ ૩૭ર રસોઈના કામમાં તેણે પિતાના હાથ નીચે માછલીને પકડવાવાળા, હિરણને મારવાવાળા વગેરે હિંસાનું કામ કરનારા માણસે રાખ્યા હતા. જેમાં અનેક પશુ પક્ષીઓ લાવી આપતાં. સીરીયાં મરઘાં, મોર, તેતર, વગેરે પંખીઓને પાંજરામાં પૂરી રાખતે, તથા જીવતાં પંખીઓની પાંખ ઉખાડીને વેચતે, એટલું જ નહિ પણ ગાય, ભેંસ, ડુક્કર, બકરાં વગેરે પશુઓનાં માંસના ટુકડા કરી, તેને તેલમાં તળી રસેઈ બનાવતે, તે પોતે ખાત અને રાજાને પણ ખવડાવતે. આવી રીતે ઘણાં વર્ષો સુધી હિંસાકારી કૃત્ય કરીને તે મરણ પામે અને મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન ચં. ત્યાંથી નીકળીને તે સરીપુર નગરમાં સમુદ્રદત્ત નામના મચ્છીમારને ત્યાં તેની સમુદ્રદત્તા નામની સ્ત્રીને પેટે જન્મ્યો. તેનું નામ સરિયદત્ત પાડવું. યુવાવસ્થા પામ્યો, ત્યારે તેના માબાપ ગુજરી ગયાં, તેથી તે મચ્છીમારેમાં અગ્રેસર તરીકે રહેવા લાગ્યો. તેણે ઘણા માણસ નેકર તરીકે રાખ્યા. જેઓ પાસે માછલીઓ પકડવાનું કામ કરાવતો. પછી તે સોરિયદત્ત પકડાયેલાં માછલાંઓને તાપમાં સૂકવત અને તેઓને પકવીને બજારમાં વેચવા લઈ જ. એકવાર સેરિયદત્ત માછલીને સેકીને ખાતા હતા, તેવામાં તે માછલીને કાંટો તેના ગળામાં ભરાઈ ગયો. તેનાથી તેને તીવ્ર વેદની થઈ. ગળામાં કંઈ પણ પદાર્થ જઈ શકે નહિ, જેથી તે ભૂખ અનૈ તૃષાથી પીડાવા લાગ્યો. ખેરાક ન લઈ શકવાથી તે દિન પ્રતિદિન સુકાવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તેથી તેણે ઘણા વેદને ઉપચાર અર્થે બોલાવ્યા. વૈદેએ ખૂબ ઉલટીઓ કરાવી તથા બીજા ઘણું ઉપચાર કર્યા. પણ તે કાંટો ગળામાંથી કાઢવો કઈ સમર્થે થયું નહિ. પરિણામે તે મચ્છીમાર મરણ પામે અને પહેલી નરકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374