________________
૩૩૦
૨૩૬ સુવિધિનાથ (પુષ્પદત). કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામાદેવી નામક રાણીની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ફાગણ વદિ ૯ના રોજ તેઓ ઉત્પન્ન થયા. માતાને ૧૪ સ્વમ આવ્યાં. માગશર વદિ પાંચમે જન્મ થતાં દેવદેવીઓએ પ્રભુને ઉત્સવ કર્યો. ગર્ભ વખતે માતા સર્વ વિધિમાં કુશળ હતાં, તેમજ તેમને પુષ્પના દેહદથી પુત્રને દાંત આવ્યા હતા, તે પરથી તેમનાં સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ રાખવામાં આવ્યાં. યૌવન પામતાં પિતાના આગ્રહથી તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પછી પિતાની ગાદીએ આવ્યા. ૫૦ હજાર પૂર્વ કુમારપણે રહ્યા, તથા ૫૦ હજાર પૂર્વ ઉપર ૨૮ પૂર્વાગ સુધી તેમણે રાજ્ય ભગવ્યું. તે પછી લોકાંતિક દેવોની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિકદાન આપી માગશર વદિ ૬ ના રોજ એક હજાર રાજાઓ સાથે સંયમ અગીકાર કર્યો. ચાર માસ છદ્મસ્થપણે રહ્યા પછી પ્રભુને મહાપ્રકાશ આપનારું એવું કૈવલ્યજ્ઞાન થયું. તેમને વરાહ આદિ ૮૮ ગણધરે હતા.
પ્રભુના સંઘ પરિવારમાં ૨ લાખ સાધુ, ૧૨૦ હજાર સાધ્વી, ૨૨૯ હજાર શ્રાવકો તથા ૪૭૨ હજાર શ્રાવિકાઓ હતા. કેવળજ્ઞાન થયા પછી સુવિધિજિને એક લાખ પૂર્વમાં ર૮ પૂર્વાગ અને ચારમાસ ઓછા, સમય સુધી કેવળપણે વિચરી અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો. અંતે સમેતશિખર પર, એક હજાર મુનિઓ સાથે, માસિક અનશને કારતક વદિ ૯ મે પ્રભુ નિર્વાણ પધાર્યા. તેમનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વનું હતું.
૨૩૭ મિલ*. ભ. પાર્શ્વનાથના સમયમાં વારાણુશી નગરીમાં સોમિલ નામે બ્રાહમણ હતા. તે મહાસમૃદ્ધિવંત, તથા ચારદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા.
* ગજસુકુમારને ઉપસર્ગ આપનાર, બીજા સેમિલનું વૃત્તાંત ગજસુકુમારની કથાના અંતરભાગમાં આવી જતું હોઈ તે અહિં લીધું નથી. –.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com