________________
૩૩૧
એકવાર ભ. પાર્શ્વનાથ ત્યાં પધારતાં સોમિલ પ્રભુની દેશનામાં ગયા. દેશના પૂરી થયા બાદ તેમણે પ્રભુને પૂછયું -તમારે યાત્રા છે? તમારે ઈતિને જીતવાનું છે ? તમારે રોગરહિત પણું છે ? તમારે નિર્દોષ વિહાર છે? તમારે સરસવ ખાવા યોગ્ય છે કે નહિ ? તમારે માંસ ખાવા ચોગ્ય ખરું કે નહિ, ફૂલફળ તમારાથી ખવાય કે નહિ? હુમે એક છે કે બે? અક્ષય છે કે અવ્યય છો? વગેરે પ્રશ્નો પૂછયા. પ્રભુએ તેના બરોબર જવાબ આપ્યો, આથી સમિલે પ્રભુ પાસે જેન માર્ગના બાર વ્રત અંગીકાર કર્યો, તથા જીવ, અછવાદિ નવ તત્વનું જાણુપર્ણ કર્યું. ત્યારબાદ મિલને લાંબા કાળ સુધી સાધુને સમાગમ થયો નહિ, તેથી તેમનામાં મિથ્યાત્વના પર્યાય વધ્યા, તે પછી તેમણે શહેર બહાર બગીચા બનાવ્યા, તેમાં અનેક પ્રકારના વૃક્ષો તથા છોડવાઓ ઉછેર્યા. તે પછી કેટલેક સમયે સ્વજન, મિત્ર અને કુટુંબીઓને ભોજન જમાડી, તાપસના સાધનો બનાવરાવી, મોટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી તેમણે તાપસની દીક્ષા અંગીકાર કરી, અને તામલી તાપસની પેઠે તેઓ સઘળી ક્રિયાઓ કરવા લાગ્યા. એકવાર એક દેવે આવીને તેમને કહ્યું કે-સૌમિલ, હારી પ્રવજ્ય ખાટી અને અજ્ઞાનકષ્ટ સહન કરવા જેવી છે. આમ દેવે લાગલગાટ ચાર રાત્રિ સુધી ત્રણ ત્રણ વખત કહ્યું. છેવટે પાંચમી રાત્રિએ કહ્યું કે પહેલાં તેં પ્રભુ પાર્શ્વનાથ પાસે વ્રત અંગીકાર કરેલાં, તે મૂકી દઈને મિથ્યા કષ્ટમાં કેમ પડ્યો? આથી સોમિલ સમજે. દેવ નમસ્કાર કરી ચાલ્યો ગે. પછી પુનઃ મિલે શ્રાવકના વ્રત ગ્રહણ કરી ઘણે તપ કર્યો. અંત સમયે અનશન કરી, પૂર્વ વ્રતભંગની આલોચના લીધા વગર, તે કાળ કરીને શુક્ર નામે ગ્રહ થયા. ત્યાંથી ચ્યવી તે મહાવિદેહમાં જન્મી મેક્ષ જશે.
૨૩૮ સરિયદત્ત મચ્છીમાર નંદીપુર નામનું ગામ હતું. ત્યાં મિત્ર નામે રાજા હતા. તે રાજાને એક સીરીયા નામને રસ હતો. તે ઘણો જ પાપી હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com