________________
૩૨૨ રાજાએ શહેરમાં ઢઢરે પીટાવ્યો અને આ વાતની રૈયતને જાણ કરી. સ્ત્રીઓનાં ટોળે ટોળાં ચારથી પાણી કાઢવા માટે હાલી નિકળ્યાં. પણ જ્યાં સુતર બાંધી ચારણે કૂવામાં નાખે કે તરત સુતર તૂટી જાય; અગર ન તૂટે તે ચારણીના છિદ્ર દ્વારા પાણી નિકળી જાય. પરિણામે આખા ગામની સ્ત્રીઓમાંથી કઈ એવી પતિવ્રતા ન નીકળી કે જે કૂવામાંથી સહિસલામત પાણી કાઢી શકે. આ જાણ સુભદ્રાએ કૂવામાંથી પાણી કાઢવા માટે સાસુ તથા પતિની આજ્ઞા માગી. સાસુ તે આ સાંભળતાં જ ભભકી ઉઠી. અને બોલી:-હવે જોઈ જોઈ તને, પતિવ્રતાપણું બતાવવા આવી છે તે ! સુભદ્રાએ આજીજી કરી અને મહામુશીબતે રજા મેળવી. સુભદ્રા કુવા આગળ આવી પહોંચી.
સુભદ્રાના પ્રયાસથી ચારણી પાણીથી ભરાઈને બહાર આવી. ગામ લોકો આશ્ચર્ય પામ્યા. તરત જ તેણીએ રાજગૃહી નગરીના ત્રણ દરવાજાને પાણી છાંટયું. દરવાજા એકદમ ઉઘડી ગયા. ચોથો દરવાજે સુભદ્રાએ બંધ રહેવા દીધું અને કહ્યું કે હજુ કેઈ સ્ત્રી પતિવ્રતા હોવાનો દાવો કરતી હોય તો તેમના માટે આ દરવાજો બંધ રાખ્યો છે, તે તે પોતાની ઉમેદ પાર પાડે, છતાં કઈ તૈયાર થયું નહિ.
સુભદ્રાને સૌ કોઈ ધન્યવાદ આપવા લાગ્યાં. તેની સાસુ નણુંદના મોં કાળાં થયાં અને બધાં તેમને ધિક્કારવા લાગ્યાં. છેવટે રાજાએ પણ તે મહાસતીને ઘણું માનપાન પહેરામણ આપ્યાં અને વાજતે ગાજતે તેને ઘેર પહોંચાડી. આખરે સુભદ્રાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
સાર-પરધર્મમાં કન્યા આપવાથી કેવું નુકસાન થાય છે, તેમજ સંસ્કારી
સ્ત્રીઓ વાતાવરણ કેવું સુવાસિત બનાવે છે, અને અસંસ્કારી સ્ત્રીઓ
કેવું દુવાસિત બનાવે છે તેને આ વાત પુરાવો આપે છે. -સં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com