________________
૩ર૭
પહોંચવા માટે જ કર્યો હતો, તેમ સાધુ સાધ્વી ઉદારિક શરીરને વર્ણ, રૂપ, બળ, વિષયને માટે પાશે નહિ, પરંતુ માત્ર સિદ્ધિ-મૂકિતને માટે સાધનભૂત જાણી નિઃસ્વાદ રૂપે આહાર કરે. ચિલાતીપુત્ર વિષયમાં લુબ્ધ બની અટવીમાં રખડી મહાદુઃખ પામ્યો, તેમ વિષયમાં વૃદ્ધ બનેલ છે મહાદુઃખને પામે અને સંસાર પરિભ્રમણ કરે.
૨૩૪ સુલસા રાજગૃહ નગરમાં નાગ નામના રથિકને સુલસા નામે પતિભક્ત અને ધર્મપરાયણ સ્ત્રી હતી. એકદા નાગ રથિકે ગુસમુખ એ નિયમ કર્યો કે “હવે મહારે બીજી સ્ત્રી કરવી નહિ.' એ દંપતી પરસ્પર સ્નેહયુક્ત હતા. નાગ રથિક શ્રેણિક રાજાની સેવા કરતે હતો. એકદા પોતાના આંગણુ પાસે કેટલાક દેવકુમાર જેવાં બાળકોને જોઈ પુત્ર વગરની એવી સુલસા પિતાને પુત્ર ન હોવા બદલ ખેદ પામી, ચિંતાથી તેનું મુખ ઉતરી ગયું, ત્યારે નાગરથિકે તેણુને દેવ વગેરેની બાધા રાખવાનું કહ્યું. આ સાંભળી જૈનધર્મમાં દૃઢ એવી સુલતાએ કહ્યું. મિથ્યા દેવદેવીઓની બાધા વ્યર્થ જ છે, માટે અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, તેનાથી સર્વ સિદ્ધિ મળશે. આમ સત્ય ધર્મની શ્રદ્ધાવડે પતિ-પત્ની બંને દિવસો વિતાવવા લાગ્યા.
એકવાર કોઈ દેવે સુલસાની ધર્મશ્રદ્ધાની કસોટી કરી. તે એક જૈન સાધુનું રૂપ ધરીને સુલસાને ત્યાં આવ્યું. સુલસાએ મુનિ ધારીને વંદન કરી તેમને સત્કાર કર્યો. સાધુએ કહ્યું લક્ષપાક તેલની યાચના કરવા આવ્યો છું, જે હોય તે વહોરાવશે. સત્પાત્રને જોઈ મૂલ્યવાન વસ્તુ પણ પ્રેમપૂર્વક વહોરાવવા સુલસા તત્પર થઈ. તેણીની પાસે તેલના ચાર શીશાઓ હતા, તેમાંથી એક લઈને તે આવી. આવતાં જ દેવની માયાથી તેને ઉમરામાં ઠેસ વાગ્યાથી શીશે પડીને ફૂટી ગયે, એટલે હોંશભેર સુલસા બીજે શીશ લઈ
આવી, પણ તેની પણ એવી જ દશા થઈ. એમ દેવે ભાયાવડે તેના ચારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com