________________
૩૧૯
યુવાવસ્થાને પામ્યા, ત્યારે તેમને પુષ્પચુલા આદિ ૫૦૦ રાજકન્યાઓ પરણાવવામાં આવી. પાંચસો મહેલ બંધાવી આપવામાં આવ્યા. જેમાં કુમાર સુખભેગ ભોગવવા લાગ્યા.
એકદા પ્રભુ મહાવીર તે નગરના ઉદ્યાનમાં પધાર્યા. પ્રજા ગણના ટેળે ટોળાં પ્રભુના દર્શન કરવા જવા લાગ્યાં. આ દ્રશ્ય સુબાહુકુમારે જોયું; પરિવાર સહિત સુબાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુએ ઉપદેશ આપ્યો. સુબાહુકુમાર શ્રાવક થયા. બીજી વાર પ્રભુ પધાર્યા. સુબાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુના અદ્ભુત ઉપદેશની અસર હદયમાં હાડેહાડ વ્યાપી ગઈ સંસારની અસારતાએ તેમનામાં ગંભીર રૂપ લીધું. પ્રભુને વંદન કરી તેઓ ઘેર આવ્યા. રાજમહાલ, સાંદર્યવાન સ્ત્રીઓ, રાજ્યની વિપુલ લક્ષ્મી, એ સઘળા પર તેમને અભાવ છૂટયો. સુબાહુકુમાર સ્વસ્થ થયા. જેમ કપડાં ઉપરથી ધૂળ ખંખેરી નાખે તેમ સર્વ મોહ તજી સંસારથી તેઓ વિરક્ત થઈ ગયા. માતાપિતાની દીક્ષા માટે રજા લીધી. માતાપિતાએ કુમારને ઘણું સમજાવ્યાં પરંતુ કુમાર એકના બે ન થયા, પરસ્પર સંવાદ થયે, તેમાં કુમાર સફળતા પામ્યા. દીક્ષાની તૈયારીઓ થઈ અનેક પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યાં, સર્વ કેઈ સુબાહુકુમારને ધન્યવાદ આપવા લાગ્યા, પણ સુબાહુકુમારને જગતને ધન્યવાદ ક્યાં જોઈતો હતો? તેમને તો જન્મ મરણના ફેરા મિટાવવા હતા. આ સ્વાર્થમય સંસારને ત્યાગ કરવો હતો, તેથી તેઓ પુષ્કર ઉદ્યાનમાં ગયા, જ્યાં પ્રભુ મહાવીર બિરાજતા હતા. પ્રભુ પાસે સુબાહુકુમારે દીક્ષા લીધી અને આત્મ દશામાં વિચારવા લાગ્યા. ઘણા વર્ષ સંયમ પાળી, ખૂબ તપશ્ચર્યાઓ કરી, સુબાહુકુમાર કાળ કરી સુધર્મ દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય જન્મ પામી દેવતા અને મનુષ્ય એ બેજ ગતિના થોડાક ભો કરી તેઓ મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષ જશે. ધન્ય છે, એ સુબાહુસમા રાજપુરૂષને, તેમને
આપણુ વંદન હેજે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com