________________
ઉપદેશ કેશ્યાના હૃદયમાં હાડોહાડ વ્યાપી ગયો. તેણીને માનવદેહ કરવા એગ્ય કાર્યોનું ભાન થયું. અંદગીમાં કરેલાં વ્યભિચારના અગણિત પાપ માટે તેણીને પશ્ચાત્તાપ થયો. તેણીનું હૃદય વૈરાગ્ય રસથી પ્રેરિત બન્યું અને મુનિની ક્ષમા માગી તેણુયે મુનિ પાસે શ્રાવિકાના બાર વતે ધારણ કર્યો. સ્થળીભદ્ર અને કયા પિતપિતાના વ્રતોનું રક્ષણ કરતાં માનવજીવનની સાર્થકતા સાધવા લાગ્યા.
અનુક્રમે ચાતુર્માસ પુરું થયું. ચારે મુનિવરે તપના પ્રભાવે આબાદ રહ્યા. અને ગુરુ પાસે આવી, સૌએ તેમને વંદન કર્યું. ગુરૂએ ત્રણે જણને એકેકવાર ધન્યવાદ આપે અને સ્થૂળીભદ્રજીને ત્રણવાર ધન્યવાદ આપે. પાસે ઉભેલા તેમાંના એક મુનિવરને આ સાંભળી અદેખાઈ આવી. તેમણે વિચાર્યું કે હું સિંહની ગુફાના મોઢે ચાતુર્માસ રહ્યા, છતાં મને એકવાર ધન્યવાદ, અને આ સ્થૂળભદ્રને ત્રણ વાર! તેથી બીજું માસું આવતાં તે મુનિએ કેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાનું નક્કી કર્યું, અને તે માટે ગુરૂની આજ્ઞા માગી. ગુરૂએ કહ્યું કે તે કામ માત્ર સ્થૂળીભથી જ થઈ શકે, તમે નાહક તમારું ચારિત્ર ગુમાવી બેસશે. શિષ્ય માન્યું નહી અને બીજું ચાતુર્માસ આવતાં તેઓ કેશ્યાને ત્યાં રજા લઈને ચાતુર્માસ રહ્યા.
કેશ્યા તે હવે જ્ઞાની બની ગઈ હતી. તેણે વિચાર્યું કે આ મુનિ સ્થૂળીભદ્રની હરિફાઈ કરવા આવ્યા લાગે છે. માટે તેમની પણ કસોટી કરું એટલે હીરે ઝટ પરખાઈ આવશે. આમ વિચારી કેસ્યા સુંદર વસ્ત્રાભૂષણો સજી, હાથમાં મિષ્ટ ભોજનને થાળ લઈ હાવ ભાવ અને કટાક્ષ કરતી ઉક્ત મુનિ પાસે આવી પહોંચી. મુનિ જ્યાં સ્થાના મુખચંદ્ર સામે દૃષ્ટિ કરે છે, ત્યાં જ તેઓ થંભી ગયા. તેમને વિકારભાવના જાગૃત થઈવેચ્છાએ થાળમાંથી ભોજન આપવા માંડ્યું. મુનિએ ન લીધું. વેશ્યા તરત તેમનો ભાવ સમજી ગઈ. મુનિએ વેશ્યાના પ્રેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com