________________
૩૬
:
તેમાંથી બચવાના વિચાર કરતાં એક યુક્તિ સુઝી આવતાં તે માલ્યાઃ–રાણીસાહેબ, ધન્યઘડી, ધન્યભાગ્ય, કે હંમે મારા જેવા પામર કિંકરને ખેાલાવીને ઉપકૃત કર્યાં છે, પરંતુ વાત એવી છે, કે તે સાંભળી આપને દુઃખ થશે, માટે મને માર્ક કરો. ‘ શી વાત છે ?” રાણીએ આશ્ચય ચકિત બની પૂછ્યું. સુદર્શને કહ્યું: એજ કે હું નપુંસક છુ એટલે આપની ઈચ્છા મારાથી તૃપ્ત નહિં થઈ શકે. આ સાભળી રાણીએ ગુસ્સે થઈ ને શેઠને કાઢી મૂકયા.
કેટલાક સમય વિત્યા બાદ શહેરમાં કૌમુદિ ઉત્સવ આવ્યેા. રાજ્યવંશી કુટુંબ અને આખુ શહેર આનંદમગ્ન બની આમ તેમ કરી રહ્યું છે, તેવામાં સુદર્શન શેઠના કામદેવ જેવા છ પુત્રા, સુંદર વસ્ત્રાલકારા પહેરીને રાજભાગ પરથી પસાર થતા હતા, તે અભયારાણીએ જોયા. દાસીને પૂછતાં રાણીએ જાણ્યું કે તે સુદર્શન શેઠના પુત્રા છે. આથી રાણીને સુદર્શન પર અતિશય ક્રોધ થયા. તેણીયે કાઈપણુ રીતે સુદર્શનનું વેર વાળવાના નિશ્ચય કર્યાં.
રાજા રાત્રે અંતઃપુરમાં રાણી પાસે આવ્યા. અભયારાણી કૃત્રિમ રુદન કરી રહી હતી. રાજાએ તેણીને શાકનું કારણ પૂછ્યું. રાણી એલી: આ નગરના સુદન નામના શેઃ મહાદુષ્ટ છે, તેણે ગઈ રાત્રે મારા મહેલમાં ઘુસી જઈને ભારાપર બળાત્કાર કરવાના પ્રયત્ન કર્યો હતા, પરન્તુ મેં તેને ધમકાવ્યા તેથી તે ન્હાસી ગયા. નાથ, હવે મારે પ્રાણહત્યાજ કરવી પડશે: આપની હાજરીમાં સતીઓનાં શિયળા લૂંટાય એના જેવું રાજનું બીજું અંધેર કયું કહેવાય ? રાજા અત્યંત ગુસ્સે થયા, તરતજ માસાને માકલી તેણે સુદર્શનને પકડી મગાવ્યા અને રાણીની હાજરીમાં તેને કટુ વચનેા કહી સંભળાવો શૂળાના હુકમ ફરમાવી દીધો.
શહેરમાં હાહાકાર થયા. સુદનનું કુટુંબ રડી રહ્યું હતું; પણુ સુદર્શન દૃઢ હતા. તેને દુર્ધ્યાન લેશ માત્ર ન હતું. આનંદથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com