________________
૩૫
૨ ગણધરો હયાત હતા. જેમાં ગૌતમને તરત કેવળજ્ઞાન થયું, જેથી ભ. મહાવીર પછી તેઓ પાટપર બિરાજ્યા હતા. જેમાં શ્રી ગૌતમે મહાવીર પ્રભુને અનેક પ્રશ્નો પૂછી, શંકાઓનું સમાધાન કરી જ્ઞાન મેળવ્યું હતું, તેમ શ્રી જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને અનેક પ્રશ્નો પૂછી અનેક વિષચેનો નિર્ણય કર્યો હતો.
૨૨૬ સુદર્શન શેઠ અંગ દેશની ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતા હતા. તેને અભયા નામની રાણી હતી. તેજ નગરમાં સુદર્શન નામને એક ધનશ્રેષ્ટિ વસતે હતે. તેનું રૂપ સાક્ષાત્ કામદેવ જેવું સુંદર અને મોહક હતું, છતાં સુદર્શન બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં એક્કો ગણાત હતો. પિતાની પાસે અઢળક લક્ષ્મી હોવા છતાં શિયળનું રક્ષણ એજ તેની મહેદી સંપત્તિ હતી. ટુંકમાં તે સત્યવાદી, ધર્મપ્રેમી, શીલવંત અને ગુણવંત હતા.
એકવાર સુદર્શન શેઠ કેઈ કામ પ્રસંગે શહેરમાં જતાં રાજમહાલયના પાછળના રસ્તેથી પસાર થતા હતા, તે વખતે અભયા રાણીએ તેને જે, જોતાં જ તેના હૃદયમાં કામ વિકારની ભાવના ઉન્ન થઈ. હેણીએ કેઈપણ ભોગે સુદર્શન સાથે સુખભેગ ભેગવવાની ઈચ્છા કરી. તેણે પિતાની કપિલા નામની દાસીને કહ્યું કે દાસી, જા, પેલા પસાર થતાં રૂપસુંદર પુરૂષને બોલાવી લાવ. રાણીનો હુકમ થતાં દાસી સત્વર નીચે ઉતરી અને સુદર્શન પાસે જઈ પહોંચીને કહ્યું: શેઠ, હમને અમારા રાણી સાહેબ કાંઈ કામ માટે બોલાવે છે. ભદ્રિક સુદર્શન પિતાની માલિકિનીને અનાદર ન કરવાના કારણે મહેલમાં ગયા. રાણીએ શેઠનું સુંદર સ્વાગત કર્યું અને ઉચિત સ્થાને બેસાડી પિતાની કામેચ્છા તૃપ્ત કરવાની વિનંતિ કરી. આ સાંભળી સુદર્શન શેઠ ચમક્યા. તેમને ધર્મસંકટ આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com