________________
૩૧૪
કરવામાં સહાયભૂત છે' એમ માની શુકલધ્યાને ચડયા; કે તરતજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. વાણે તે પછી કીર્તિધર મુનિને પણ કાઢી ખાધા. કીર્તિધર મુનિ .પણ શુકલધ્યાન ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા.
૨૨૪ સુદર્શન (મળદેવ)
તે
અશ્વપુર નગરના શિવરાજ રાજાની વિજયા રાણીના પુત્ર અને પુરૂષસિંહ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તે પાંચમા બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ધર્મનાથ પ્રભુના વખતમાં ૧૭ લાખ વર્ષનું આયુષ્ય ભાગવી મેાક્ષમાં ગયા.
૨૨૫ સુધર્માસ્વામી.
તેઓ પ્રભુ મહાવીરના પાંચમા ગણધર હતા. કાલ્લાક ગામના રહિશ, અગ્નિ વેશ્યાયન ગાત્રમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ ભિલા. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં તેમના જન્મ થયા હતા. તે અતિશય બુદ્ધિમાન હોવાથી ૧૪ વિદ્યામાં પારંગત થયા. તેમને એવા સંશય હતા કે જે પ્રાણી જેવા આ ભવમાં હોય તેવાજ તે પરભવમાં થાય છે કે બીજા સ્વરુપે ? ભ. મહાવીરે તેમને આ શ`સય દૂર કર્યાં, જેથી તેમણે પણ ૧લા અને ૪થા ગણધરની માફક ૫૧મા વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમણે ૪ર વર્ષ સુધી છદ્મસ્થપણું ભાગળ્યું. તેમાં ૩૦ વર્ષ સુધી વીરપ્રભુની સેવામાં અને ૧૨ વર્ષ સુધી ગૌતમસ્વામીની સેવામાં રહ્યા. ૯૨ વર્ષ વીત્યા બાદ તેઓ કૈવલ્યજ્ઞાન પામ્યા. ૮ વર્ષ કૈવલ્યપણે વિચરી શ્રી જંબૂસ્વામી આદિ ધણા ભવ્ય જીવાને પ્રતિમાધી ૧૦૦ વર્ષોંનું આયુષ્ય પુરું થતાં વૈભારગિરિ પર એક માસનું અનશન કરી તે વીરપ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે મેક્ષમાં ગયા. પ્રભુ મહાવીર મેાક્ષમાં ગયા તે સમયે ૧૧માંથી માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com