________________
૩૦૦
લાવી દેવે તેમનો સંહાર કર્યો, છતાં તે જરા પણ ડગ્યો નહિ. છેવટે દેવે તેની સ્ત્રીને મારી નાખીને તેનું માંસ તળી તેના શરીર પર લેહી છાંટવાને ભય જ્યારે બતાવ્યો, ત્યારે સદાલપુત્રને ઘણું જ લાગી આવ્યું; તેથી તે દેવને પકડવા ઉઠ, તરત જ દેવ નાસી ગયો અને સદાલપુત્રના હાથમાં એક સ્તંભ આવ્યું. સદ્દાલપુત્રે કોલાહલ કર્યો. આ સાંભળી તેની સ્ત્રી દોડી આવી. સદાલપુત્ર હકીકત કહી.એ સર્વ દેવની માયા હોવાનું તેની સ્ત્રીએ કહેવાથી સદ્દાલપુત્રે પ્રાયશ્ચિત લીધું. તે પછી ૧૧ પ્રતિમા ધારણ કરીને, એક માસને સંથારો ભોગવી, સદ્દાલપુત્ર કાળધર્મ પામ્યા, અને મરીને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તેઓ મેક્ષ જશે.
૨૧૬ અનંતકુમાર ચકવતી. હસ્તીનાપુર નગર હતું. ત્યાં અશ્વસેન નામે રાજા રાજ્ય કરતે હતો. તેને સહદેવી નામે સુસ્વરૂપવાન રાણું હતી. એક રાત્રીએ આ રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. તરત રાણું જાગૃત થઈ અને દીઠેલ સ્વપ્નનું રટણ કરવા લાગી. પ્રભાત થતાં રાણીએ રાજા પાસે જઈને સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સ્વપ્નનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકએ કહ્યું કે ચૌદ પ્રકારના સ્વપ્ન તીર્થંકરની માતાને કે ચક્રવર્તીની માતાને જ આવે. તેથી તમારે ત્યાં એક ભાગ્યશાળી પુત્ર અવતરશે. કાંતિ તે તીર્થંકર થશે, અગર ચક્રવતી થશે. રાજાએ સ્વપ્ન પાઠકને પુષ્કળ દ્રવ્ય આપી વિદાય કર્યો.
અનુક્રમે નવમાસ પૂર્ણ થયે સહદેવી રાણીએ એક તેજસ્વી, દેદિપ્યમાન પુત્રને જન્મ આપ્યો. રાજાએ કુમારનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો. રાજાને રિદ્ધિ સિદ્ધિનો પાર ન હતો, તેથી તેણે ગરીબ ગુરબાને ખૂબ દાન દીધું અને પુત્રનું “સનતકુમાર” એવું નામ પાડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com