________________
૩૦૬
૨૧૯ સમુદ્રપાળ મુનિ
ચંપાનગરીના પાલિત નામના વિણક સાવાહના તેઓ પુત્ર હતા અને ભ. મહાવીરના પરમ ભકત હતા. એકવાર આ પાલિત શેઠ કરિયાણાના કેટલાક વહાણા લઈ વ્યાપારાર્થે પિઝુડ નગરમાં ગયા. ત્યાંના એક વણિક શેઠે પાલિત શેઠને પેાતાની દીકરી પરણાવી; તે ગર્ભવતી થઈ ત્યારે પાલિત તેણીને લઈને પોતાના દેશમાં આવતા હતા, તે વખતે સમુદ્રમાં પુત્રના પ્રસવ થયા, આથી તેનું સમુદ્રપાળ એવું નામ પાડયું. બાલ્યકાળ વિતાવી, છર કળામાં પ્રવિણ થઈ સમુદ્રપાળ યુવાન થયા ત્યારે તેમને રૂપિની નામે સ્ત્રી પરણાવવામાં આવી. સમુદ્રપાળ તેની સાથે દેવ જેવાં સુખ ભાગવવા લાગ્યા. એક પ્રસંગે સમુદ્રપાળ ગેાખમાં ખેા છે, તે વખતે તેમણે કોઈ એક ચારને બાંધીને લઈ જવામાં આવતા જોયા, આથી તેમને વિચાર થયા કે એ ચાર પોતાના કર્મનું ફળ ભોગવે છે, તેવીજ રીતે મારે પણ કર્મના ઉદય આવતાં તેવાં ક્ળેા ભાગવવાં પડશે. આમ વિચારતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું; જેથી તેમણે માતા પિતાની રજા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું, તે સિંહની પેરે ચારિત્ર પાળવામાં દૃઢ થયા. અનુક્રમે ચારિત્રની વિશુદ્ધ આરાધના કરી, સ કર્મીને ક્ષય કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામ્યા અને મેાક્ષમાં ગયા.
૨૨૦ સ્વયંભૂ
તે દ્વારિકાના ભદ્રરાજાની પૃથ્વી દેવીના પુત્ર હતા. મેરક નામના પ્રતિવાસુદેવને મારી, ત્રીજા વાસુદેવ તરિકે તે પ્રસિદ્ધ થયા. ૬૦ લાખ વર્ષોનું આયુષ્ય ભાગવી, ભ, વિમળનાથના સમયમાં તેઓ મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com