________________
૩૦૧
સનંતકુમાર આનંદપૂર્વક વૃદ્ધિ પામ્યા. કેટલાક વખત પછી માતાપિતાના મૃત્યુ બાદ તે રાજ્યાન પર આવ્યા. આવતાં જ તેમણે અનેક દેશો પર લડાઈ શરૂ કરી. મોટા મોટા રાજાઓને હરાવી તેમણે છ ખંડ ધરતીમાં ચોતરફ પિતાની આણ વરતાવી. કેમકે ચક્રવર્તીને ચક્રરત્ન, છત્રરત્ન આદિ નવરત્ન, તથા દેવો વગેરે સહાય હોય છે. આવી રીતે ચક્રવર્તી થઈને તેઓ સૂખપૂર્વક રાજગાદી ભોગવવા લાગ્યા.
સનંતકુમારનું શારીરિક રૂપ અદ્ભુત હતું. તેમના રૂપની જોડી સારાયે જગતમાં પણ ન મળે. એકવાર સુધર્મ દેવલોકમાં સભા હતી, તેમાં ઈદ્ર મહારાજાએ સનંતકુમારના રૂપની ઘણીજ પ્રશંસા કરી. તેમાંના એક દેવને અતિશયોક્તિ લાગવાથી તે સનંતકુમારનું રૂપ જેવાને વિચાર કરી એક બ્રાહ્મણનું રૂપ ધરીને સનંતકુમારને જોવા આવ્યો. આ વખતે સનંતકુમાર સ્નાન કરતા હતા, અને ન્હાવાના કેટલાક પદાર્થો ચોપડવાથી તેમનું શરીર જોઈએ તેવું સુંદર ન હતું, છતાં તેવું શરીર દેખીને પણ આ દેવના આશ્ચર્યને પાર ન રહ્યો. સનન્તકુમારે આ બ્રાહ્મણને જોઈને પૂછ્યું:–મહારાજ, કેમ પધારવું થયું છે ? બ્રાહ્મણે જવાબ આપ્યો:-મહારાજા ! મેં સાંભળ્યું હતું કે આપનું રૂપ બહુ તેજસ્વી અને સુંદર છે, તેથી જોવા માટે હું અત્રે આવ્યો છું, અને ખરેખર મેં સાંભળ્યું હતું તેથી ઓછું નહિ પણ વિશેષ દેદિપ્યમાન આપનું રૂપ અને કાંતિ છે. આ સાંભળી સનંતકુમારને અભિમાન આવ્યું અને બેલ્યા–મહારાજ, અત્યારે તે હું સ્નાન કરું છું અને શરીરે લેપ કરે છે, પરંતુ હું વસ્ત્રાભૂષણે સજી જ્યારે રાજસભામાં આવું ત્યારે આપ મારું રૂપ જેવા પધારજો. બ્રાહ્મણે કહ્યું: ભલે, મહારાજા, હું આવીશ.
સનંતકુમાર સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરી રાજસભામાં દાખલ થયા. આ વખતનું તેમનું રૂપ સાક્ષાત દેવતાઓને પણ શરમાવે તેવું હતું. રાજા રાજસભામાં બેઠા છે તેવામાં પેલે બ્રાહ્મણ આવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com