________________
૩૦૨
અને તેણે મહારાજાના રૂપ સામે જોયું. સનંતકુમારે વિચાર્યું કે હમણું આ મહારાજ મહારાં રૂપની ખૂબ પ્રશંસા કરશે; પરંતુ ઉક્ત બ્રાહ્મણે તેનું રૂપ જોઈને નિસાસો નાખ્યું અને બીજી બાજુ ફરીને ઉભો રહ્યો. આ જોઈ અનંતકુમારને આશ્ચર્ય થયું. તરત જ તેમણે બ્રાહ્મણને પૂછયું, મહારાજ, આમ કેમ ? પહેલી વખત તો તમે ખુશ થયા હતા અને આ વખતે દીલગીર થવાનું કારણ શું? બ્રાહ્મણે કહ્યું, મહારાજા, પહેલા તમારું શરીર અમૃતમય હતું. અને અત્યારે તે ઝેરમય છે. સનંતકુમારે વિસ્મિત થતાં પૂછ્યું. એમ શાથી મહારાજ ? બ્રાહ્મણે કહ્યું –મહારાજા, પરીક્ષા કરવી હોય તો તમે મોંમાંથી ચૂંકે. તે ઘૂંક પર માખી બેસતાંની સાથે તે મરણ પામશે. આ સાંભળી સનંતકુમાર ધૂકયા, તરતજ માખી તે પર બેસી મરણ પામી. સનતકુમારને જ્ઞાન થયું. તે સમજ્યા કે ખરેખર અભિમાન રૂપી ઝેરનું મિશ્રણ થવાથી આ સ્થિતિ થઈ તે પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ એ બધી વસ્તુઓ જ્યાં સુધી આત્મામાં હોય, ત્યાંસુધી શા કામનું? તેમજ આ નાશવંત અને ક્ષણિક શરીર પર આટલે બધે મેહ શા માટે હેવો ઘટે ? આ શરીર મળમૂત્રનું ભાજન છે, તેમાંથી ઝેર પણ પ્રગમે છે. આવા ગંદા શરીરનો ભરે છે ? માટે તે પરથી મમતા ઉતારી નાખવાની અને આત્માના સ્વસ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં તલ્લીન બનવાની આવશ્યકતા છે. તરતજ અનંતકુમારને વૈરાગ્ય થયો. અને તેઓ સર્વ રિદ્ધિસિદ્ધિ છેડીને દીક્ષા લઈને ચાલી નીકળ્યા.
એકવાર તેમના શરીરમાં રોગ ઉન્ન થયા. એક દેવ વૈદનું રૂ૫ ધરીને આવ્યું અને અનંતકુમારને કહ્યું. હે મુનિ ! આપને રોગ થયો છે. તે હું આપની દવા કરી તે રોગ મટાડું. સનંતકુમારે જવાબ આપે. વૈદરાજ, કર્મ રૂપી અસાધ્ય રોગને મટાડી શકવા તમે સમર્થ હો, તે ભલે મટાડે. બાકી આ રોગને તે હું પણ મટાડી શકું છું, એમ કહી તરત જ તેમણે પિતાની આંગળી ઘૂંકવાળી કરીને પેલા રોગ પર ઘસી. પરિણામે સનતકુમારને રોગ શાંત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com