________________
૨૯૮
છે. તેના વિચાર। કપટ યુક્ત ન હતા; પણ ધર્મોંમય હતા. આ સાંભળી સર્વ શ્રાવકોએ શંખજીની ક્ષમા માગી. તે પછી ભગવાનને શંખજીએ કેટલાક પ્રશ્ના પૂછી ખુલાસા મેળવ્યા, અને પ્રભુને વંદન કરી ઘેર ગયા.
આ વખતે શ્રી ગૈતમે ભગવાનને પૂછ્યું:-હે પ્રભુ, શંખ શ્રાવક સાધુ થશે ? પ્રભુએ કહ્યું:ના. શ્રી ગૈતમે પૂછ્યુંઃ–ત્યારે તે ગૃહસ્થપણામાં કાળધર્મ પામી કયાં જશે ? શ્રી પ્રભુએ કહ્યું કે તેઓ દેવગતિમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મેાક્ષ જશે.
૨૧૫ સદ્દાલપુત્ર (સકડાલપુત્ર)
પાલાસપુર નગરમાં ગેાશાળાના મતનેા ઉપાસક સાલપુત્ર નામે એક કુંભાર રહેતા. તેને એક ક્રેડ સાનામ્હાર જમીનમાં, એક ક્રાડ વ્યાપારમાં અને એક ક્રાડ ઘર વખરામાં એ રીતે ત્રણ ક્રીડ સાનામ્હારા હતી. દશ હજાર ગાયાનુ એક ગાકુળ તેને ત્યાં હતું. તે મહા ઋદ્ધિવંત હતા. તેને કુંભારના ધંધાની પાંચસો દુકાન હતી.. અગ્નિમિત્રા નામની સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. આ સ સુખમય સામગ્રીમાં સદૃાલપુત્ર સમય વ્યતીત કરતા હતા. એક સમયે સદ્દાલપુત્ર પોતાની અશાક વાડીમાં આવી ગેાશાળાના કહેલા ધર્મની ચિંતવા કરતા હતા, તે સમયે એક દેવ તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા. હે સદ્દાલપુત્ર, આવતી કાલે સવારમાં ત્રિકાળજ્ઞાની શ્રી અદ્વૈત-જિનેશ્વર અહિં આવશે, માટે તું તેમની સેવા ભિકત બરાબર કરજે, તથા પ્રભુને પાટ પાટલા મકાન વગેરે જે જોઈ એ તે આપજે. એટલું કહીને દેવ ત્યાંથી ચાલ્યા ગયા. સદ્દાલપુત્રે વિચાર કર્યો કે મ્હારા ધર્માંચા` મહા જ્ઞાન ધારક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com