________________
૨૯૭
કરવા ગઈ તેમાં શંખ અને પિખલી આદિ શ્રાવકે પણ ગયા. પ્રભુએ દેશના આપી. સધ સાંભળી સૌ પાછા ફર્યા. તે વખતે રસ્તામાં શંખ શ્રાવકે પખલી આદિ બીજા શ્રાવકેને કહ્યું કે હમે વિસ્તીર્ણ અન્ન, પાણી, મેવા, સુખડી આદિ ચાર પ્રકારનાં ભોજન કરાવઃ જે જમ્યાબાદ આપણે પાક્ષિક પૌષધ કરી ધર્મ જાત્રિકા કરીશું. શંખનું કહેવું સૈએ કબુલ કર્યું. તે પછી તેઓએ ચાર પ્રકારનું અન્ન નીપજાવ્યું અને સમય થતાં શંખ શ્રાવકના આગમનની વાટ જેવા લાગ્યા.
બીજી તરફ શંખ શ્રાવકે ઘેર જઈને વિચાર કર્યો કે પૌષધ નિમિત્તે આ સમારંભ કરાવવો યોગ્ય નહિ, તેમજ ભારે પદાર્થો ખાઈને પૌષધ કરવો ઉચિત નથી. પણ સર્વ આભરણ, વિલેપન, છોડીને, ક્રોધ કષાય રહિત, બ્રહ્મચર્ય સહિત, દાભની પથારી પર બેસીને ધર્મધ્યાન ભાવતાં પૌષધ કરવો ઉચિત છે. એમ વિચારી તેઓ જમવાના સ્થાને ન જતાં, પોતાની સ્ત્રીને કહીને પિષધશાળામાં ગયા અને પિષધ ગ્રહણ કરીને આત્મ ભાવના ભાવવા લાગ્યા.
વખત થઈ જવા છતાં શંખશ્રાવક જમવા ન આવ્યાથી અન્ય શ્રાવકોની રજા લઈ ખિલી શ્રાવક શંખને ઘેર આવ્યા. તેમને જોઈ શંખની પત્નીએ તેમને આદર સત્કાર કર્યો અને કહ્યું કે શંખજીએ પૌષધ કર્યો છે. આ સાંભળી પખલી શ્રાવક શંખ પાસે પૈષધશાળામાં ગયા. ત્યાં કેટલીક વાતચિત કરી, શંખ પૌષધમાં હોવાથી પખલી ચાલ્યા ગયા. રાત્રે શંખ શ્રાવકે વિચાર કર્યો કે મારે ભગવાનના દર્શન કર્યા પછી જ પિષધ પારો. આથી પ્રાતઃકાળ થતાં તે પ્રભુના દર્શને ગયા, જ્યાં પખલી આદિ શ્રાવકેથી પરિષદ ચિકાર હતી. પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે પિખલીએ શંખને કહ્યું કે હમે ગઈકાલ જમવા ન આવ્યા, માટે અમે તમારી નિંદા કરીશું. આ સાંભળી પ્રભુએ કહ્યું: હે દેવાનુપ્રિય, શંખ શ્રાવક નિંદવા લાયક નથી. તે ધર્મમાં દઢ છે. પ્રમાદ, નિંદ્રા રહિત તે ધર્માઝિકા કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com