________________
૧૦૪
જ્યાં ત્યાં થતી તેનાથી સહન ન થાય, છતાં પ્રતાને અનુભવ લેવો છે તેથી તે પ્રભુ સાથે વિચરતો. એકવાર પ્રભુ તથા ગોશાળો કૂર્મ ગામ તરફ જતા હતા. રસ્તામાં એક ખેતરમાં એક તલનું ઝાડ હતું. તે ગોશાળે જોયું અને પ્રભુને પૂછયું. હે પ્રભુ, આ તલનું ઝાડ ઉગશે કે નહિ, અને તેના આ સાત પુષ્પના જીવો મરોને ક્યાં જશે? પ્રભુએ કહ્યું–આ તલનું ઝાડ ઉગશે અને તેના જીવો મરીને તેની ફળીમાં સાત તલ રૂપે ઉપજશે. આ વાત ગોશાળાને રૂચી નહી. તેથી તરતજ તે ઝાડ તેણે મૂળમાંથી ઉખેડી નાખ્યું. અને ભગવાનની વાત ખોટી ઠરાવવા પ્રયત્ન કર્યો. ત્યાંથી પ્રભુ વગેરે વિહાર કરી ગયા. વર્ષાઋતુનો સમય હતો. કેટલાક દિવસો બાદ વૃષ્ટિ થવાથી તે ફેંકી દીધેલું ઝાડ ફરીથી ત્યાં જ ઉગ્યું અને તેના છે પણ તેમાં જ ઉત્પન્ન થયાં. બીજી વખત જ્યારે ગોશાળે એ ઝાડ જુએ છે ત્યારે પ્રભુ એજ ઝાડ હવાને જવાબ આપે છે. ત્યારે ગોશાળો ઠંડો પડી જાય છે.
કૂર્મગ્રામની બહાર વસ્યાયન નામને એક તપસ્વી છઠછડના તપ કરી, સૂર્યસામે આતાપના લઈ રહ્યો છે, તેના માથામાંથી જુએ નીચે ખરે છે, તપસ્વી જીવદયાને ખાતર તે જુઓ ઉપાડી ફરી પિતાના માથામાં નાખે છે. પ્રભુ મહાવીર તથા ગોશાળા આ રસ્તે નીકળ્યાં, ગોશાળા ઉક્ત દશ્ય જોઈને તપસ્વીની નિંદા કરવા લાગે, વેશ્યાયનને ક્રોધ ચડ્યો. તેથી તેણે ગોશાળા પર તેજી લેમ્યા ફેંકી. ગોશાળ દાઝવા લાગ્યો, પ્રભુને દયા આવી, તેથી તેમણે શીતલેસ્યા ફેંકી, ગોશાળાને બચાવ્યા. પ્રભુનો પ્રભાવ દેખી તાપસે વંદન કર્યું.
ગોશાળાને લાગ્યું કે તેજુવેશ્યા શીખવી જરૂરી છે. તેથી પ્રભુને તેજુલેસ્યા કેમ પ્રાપ્ત થાય તે વિષે પૂછયું. પ્રભુએ કહ્યું કે છે માસ સુધી છઠછઠની તપશ્ચર્યા કરવી અને સૂર્ય સામે આતાપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com