________________
૨૭૭
સ્નાન કરાવ્યું, અને સુંદર વસ્ત્રાલ કારા પહેરાવી રાજા પાસે મેકલી. આ વખતે કુમારીનું રૂપ અથાગ હતું. તેથી આનંદ પામી રૂપીરાજાએ પોતાના વધર નામના દૂતને ખેાલાવીને કહ્યું, કે હમે ઘણે સ્થળે કરા છે, તેા આજના જેવા મહાન ઉત્સવ હમે ક્યાંઈ જોચે છે? દૂતે કહ્યુંઃ મહારાજા! મિથિલા નગરીના કુંભરાજાની પુત્રી મલીકુંવરીની જન્મગાંઠ વખતે થયેલા ઉત્સવ આગળ આપના આ ઉત્સવ કાંઈ ગણત્રીમાં નથી, એમ કહી તેણે મહીકુવરીના શરીર સૌંદય નું વર્ણન કર્યું. તે સાંભળી રાજાને મલ્લીકુંવરીને પરણવાની ઇચ્છા થઈ. તેથી કુંભરાજા પાસે તેણે પેાતાના દૂત મેાકલ્યા. કુ ંભરાજાએ ના કહી, તેથી જિતશત્રુ આદિ રાજા સાથે સંપ કરી રૂપી રાજા મિથિલા પર ચડી આવ્યા. તેમાં મહીકુંવરીની યુક્તિથી તેણે બેધ પામી દીક્ષા લીધી. અંતે સમેતશિખર પર અનશન કરી રૂપીરાજા મેાક્ષમાં ગયા.
૧૯૪ રેવતી.
મેઢક ગામમાં કોઈ એક શ્રેષ્ઠિની તે પત્ની હતી. જૈનશાસન પ્રત્યે તેને અતિશય પ્રેમ હાવાથી પ્રભુ મહાવીરની તે પરમ ઉપાસિકા હતી. એકવાર જ્યારે ગોશાળાએ પ્રભુ પર તેજીલેશ્યા ફેંકી અને પ્રભુના દેહ લાહખંડવાળા થયા, તે મટાડવાના હેતુથી પ્રભુએ પેાતાના સિંહ નામના અણુગારને રેવતીને ત્યાં મેાકલ્યા. પ્રભુને થયેલા ઉપસથી રેવતી જ્ઞાત હતી, તેથી તેણે પ્રભુનું દરદ મટે તે માટે કાહળાપાક બનાવ્યા હતા, અને ઘરના માણસા માટે બીજોરાંપાક બનાવ્યા હતા. સિંહ અણુગાર રેવતીને ત્યાં પધાર્યાં કે તેણીએ મુનિને વંદન કરી કહ્યું: મહારાજ, આજે મારૂં ઘર પાવન થયું. આપને શું જોઈ એ ? સિંહઅણુગાર ખેાલ્યાઃ પ્રભુએ મને તમારે ત્યાં બનાવેલા પાક વહારી લાવવાની આજ્ઞા આપી છે. આ સાંભળી રેવતી હ પામી અને કાહળાપાક લઇ આવીને મુનિને વહેારાવવા લાગી. મુનિએ કહ્યું. આ તા હમે પ્રભુને માટે જ બનાવ્યા છે, તેથી તે અકલ્પનીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com