________________
૨૮૨
૧૬ રહિણયો ચોર.
રાજગૃહ નગરની પાસે આવેલા વૈભારગીરી પર્વતની ગુફામાં રોહિણીયો નામનો પુરૂષ ચરીને ધંધો કરતો હતો. એકવાર તેના બાપે તેને કહેલું કે, મહાવીર નામનો એક માણસ છે તેને ઉપદેશ કદી સાંભળતે નહિ, તેમજ મહાવીર જ્યાં હોય તે રસ્તે પણ ન જતા, કારણ કે તેથી આપણા ધંધાને ઘણું હાનિ પોંચશે. પુત્રે પિતાની આ શિક્ષા બરાબર મનમાં ધારણ કરી રાખી. જ્યાં મહાવીરનું નામ સાંભળે ત્યાંથી તે દૂર નાસી જતો. કોઈ એકવાર ઉદ્યાનમાં બેસી પ્રભુ મહાવીર ધર્મોપદેશ આપી રહ્યા હતા, તેજ સ્થળે રોહિણીયાને અચાનક આવવું પડયું. રોહિણીયા માટે આ સિવાય પસાર થવા માટે બીજે એકે રસ્તા ન હતા, તેથી તેણે કાનમાં આંગળીઓ ઘાલી દીધી કે રખેને મહાવીરનો ઉપદેશ પોતાના કાનમાં પ્રવેશ કરી . દૈવયોગે
હિણીયાના પગમાં કાંટો વાગ્યો, તે કાઢવા તેણે કાને દીધેલ હાથ પગ આગળ લાવી કાટ કાઢવાનો પ્રયત્ન કર્યો. એજ વખતે પ્રભુના ઉપદેશમાંના નીચેના શબ્દો તેની શ્રવણેન્દ્રિયમાં પડ્યાઃ-(૧) દેવ પૃથ્વીથી અદ્ધર ચાલે તેમજ તેઓ આંખનું પલકે મારે નહિ. આ શબ્દો રહિણીયે સાંભળ્યા. કેટલાક વખત પછી ચોરી કરતાં તે પકડાયે. તે વખતે તેણે પિતાનું નામ ઠામ ખોટું આપ્યું, તેમજ તેની પાસેથી ચેરીની વસ્તુઓ કાંઈ નીકળી નહિ, આથી તેને ચોર ઠરાવવા સંબંધમાં શ્રેણિક રાજા સંશયમાં પડ્યો. આ કામ તેણે અભયકુમારને સોંપ્યું. અભયકુમારે એક યુક્તિ રચી. તેણે રોહિણીયાને ઘેનવાળે કેફી પદાર્થ ખવરાવ્યા એટલે તે બેભાન બન્યો. પછી તેને ઉંચકીને એક વિમાન જેવા રાજમહેલમાં સૂવાળ્યો. ત્યાં બે સ્ત્રીઓ દેવી તરીકે રાખી. ઘેન ઉતર્યા પછી પેલી બે સ્ત્રીઓ બોલી:-અહો ! નાથ, હમે એવાં શાં દાન પુણ્ય કર્યા કે આ દેવલોકમાં અમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા! રોહિણી વિચારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com