________________
૨૮૦
કાપીને ખળાં બનાવ્યાં. તેમાં તેને મસળી, સ્વચ્છ કરી તે ડાંગર વાસણેામાં ભરી લીધી અને તેની રક્ષા કરવા લાગી.
પાંચમે વર્ષે ધન્નાએ તે દાણા પાછા માગવાના વિચાર કર્યાં. એક દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિ તથા પુત્રવધુઓ વગેરેને ખેાલાવી, ભેાજન વગેરે જમાડી શેઠે તેમનું સન્માન કર્યું. ત્યારબાદ સૌથી પહેલાં મેાટી પુત્રવધુને ખેલાવીને પ્રથમ આપેલા પાંચ દાણા પાછા માગ્યા. ઉઝઝીયાએ કાઠારમાં જઈ તેમાંથી પાંચ દાણા લાવી ધન્નાસાવાને આપ્યા. ધન્નાસા વાહે ઉઝઝીયાને સાગન આપીને કહ્યું કે હે પુત્રી, મેં તને જે પાંચ ડાંગરના દાણા આપ્યા હતા તે આ છે કે બીજા ? ઝઝીયાએ સત્ય હકીકત જાહેર કરતાં તે દાણા બીજા હોવાનું જણાવ્યું. ધન્ના સાવાહ . તેના પર ગુસ્સે થયા અને તેને ઘરનું ઝાડું કાઢવાનું, પાણી છાંટવાનું, છાણુ વાસીદું કરવાનું તથા લીંપવા ગુપવાનું વગેરે ઘરની બહારનું દાસ, દાસીનું કામ સોંપ્યું.
ત્યારબાદ બીજી ભાગવતીને પૂછ્યું, તેણે પણ તેવા જ જવાબ આપ્યા. તેણી તે દાણા ખાઈ ગઈ હતી તેથી તેને ડાંગર ખાંડવાનું, ઘઉં દળવાનું, રસાઈ કરવાનું, વાસણ માંજવાનું, અને ઘરની અંદરનું પરચુરણ કામ સોંપવામાં આવ્યું.
ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ પાસે જ્યારે તે દાણા માગવામાં આવ્યા, ત્યારે તે ધેર ગઈ અને રત્નના કરડીયામાંથી વસ્ત્રથી બાંધેલા દાણા લાવી. જ્યારે તેને તેજ દાણા હોવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સઘળી સત્ય વાત નિવેદન કરી. ધન્ના સાવાહ આનંદ પામ્યા અને તેણે સ હીરા, માણેક, સુવર્ણ વગેરે ધનભંડારની કુંચી રક્ષિતાને સોંપી.
છેવટે રાહિણી નામની ચેાથી પુત્રવધુને પૂછવામાં આવ્યું. ત્યારે તેણે કહ્યું:- હે તાત! મને પુષ્કળ ગાડા ગાડીએ આપા, જેથી હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com