________________
૨૯૪
મુનિઓ સાથે, સમેતશિખર પર એક માસના અનશને શ્રાવણ વદિ ત્રીજે પ્રભુ મેક્ષ પહોંચ્યા. તેમનું કુલ આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું.
શ્રેયાંસનાથ સ્વામીના સંઘ પરિવારમાં ૮૪ હજાર સાધુઓ ૧૦૩ હજાર સાધ્વીઓ, ૨૭૯ હજાર શ્રાવકો અને ૪૪૮ હજાર શ્રાવકાઓ હતા.
૨૧૧ શ્રેયાંસકુમાર, ઋષભદેવ ભગવાનના પુત્ર બાહુબળ; અને બાહુબળના પુત્ર સોમપ્રભ, જેઓ હસ્તિનાપુરના રાજા હતા, તેમને શ્રેયાંસકુમાર નામે પુત્ર થયો હતો. આદિનાથ પ્રભુએ દીક્ષા લીધા પછી, આહાર આપવાને વિધિ લેકે જાણતા ન હોવાથી ભગવાનને એક વરસ સુધી આહાર મળે નહિ. પ્રભુ ફરતા ફરતા ગજપુર-હસ્તિનાપુરમાં પધાર્યા, લોકે પ્રભુને જુદી જુદી વસ્તુઓ ભેટ ધરતા, તે પ્રભુ લેતા ન હતા. આથી લોકોમાં લાહલ થશે. તે શ્રેયાંસકુમારના જાણવામાં આવ્યું; એટલે પ્રભુ પધાર્યા, જાણે તે હર્ષભેર પ્રભુ પાસે દેડી ગયા. પ્રભુનું સ્વરૂપ જોતાં “પૂર્વે મેં આવું ક્યાંક દીઠું છે' એમ વિચારતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ અરસામાં પોતાને ત્યાં શેરડીનો રસ આવ્યો, તે નિર્દોષ હેવાથી તેમણે પ્રભુને પહેરાવ્યા. પ્રભુએ તે હસ્તપાત્રમાં લઈ, તેનું પાન કરી પારણું કર્યું. શ્રેયાંસકુમારની સર્વત્ર પ્રશંસા થઈ, તે દિવસ વૈશાક શુદિ ત્રીજને હતો, જેને લઈ આજે જૈનધર્મીઓ વરસી તપનું પારણું તે દિવસે કરે છે, જેને અક્ષય તૃતિયા કહે છે. શ્રેયાંસકુમાર સુપાત્ર દાનના પ્રભાવે સદ્ગતિ પામ્યા.
૨૧૨ શ્રેણિકરાજા (બિંબસાર ). કુશાગ્રપુરના રાજા પ્રસેનજિતને સૌથી નાનો કુમાર, તે શ્રેણિક. તેમની માતાનું નામ ધારિણું. ભાઈઓની ઈર્ષાને લીધે તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com