________________
૧૮૧
તમારા તે પાંચ દાણું લાવી આપું.” ધન્નાએ કહ્યું –પુત્રી, મારા પાંચ દાણું ગાડા ગાડીઓમાં તું કેવી રીતે લાવીશ? તે સાંભળી તેણે ઉપરોક્ત સર્વ વાત વિદિત કરી. ધન્ના સાર્થવાહે ગાડા આપ્યાં. રહિણીએ પાકેલી તમામ ડાંગરથી તે ગાડાઓ ભરાવ્યાં. જે રાજગૃહી નગરીના રાજમાર્ગની મધ્યમાં થઈને તે ડાંગરથી ભરેલાં ગાડાંઓ જતાં જેઈને નગરજનોએ વાત જાણવાથી, સર્વ કઈ ઘડ્યાસાર્થવાહની રોહિણી નામની પુત્રવધુની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા. ધન્નાસાર્થવાહ ડાંગરના ભરેલાં ગાડાંઓ જોઈને ખૂબ આનંદ પામ્યો અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી તેણે તે રોહિણીને, દરેક કાર્યમાં સલાહ આપવાનું કામ સોંપ્યું, અને તેણીને ઘરમાં સર્વથી મોટી સ્થાપિત કરવામાં આવી. ન્યાય જેવી રીતે ઉગઝીયા ડાંગરના પાંચ દાણું નાખી દેવાથી, લોકમાં
નિંદાને પાત્ર બની, હલકું કામ કરી દુઃખી થઈ. તેવી રીતે સાધુ સાધ્વી પંચ મહાવ્રત અંગીકાર કરીને પ્રમાદવશ શિથિલ બનીને પંચમહાવ્રતને ફેંકી દે, તો તેઓ આ ભવમાં નિંદાને પાત્ર બને,
અને પરભવમાં દુઃખી થાય.
જેમ ભગવતી તે પાંચ દાણાને ખાઈ ગઈ, ને મહેનત મજુરીનું કામ કરીને દુઃખી થઈ, તેમ સાધુ સાધ્વી, પંચમહાવ્રત ધારણ કરીને, રસના લોલુપી બની વ્રત ભંગ કરે તો હિલના નિંદા પામે અને સંસારમાં પરિભ્રમણ કરે.
જેમ રક્ષિતાએ પાંચ દાણાનું ઉમદા રીતે રક્ષણ કર્યું તેમ સાધુ સાધ્વી પંચ મહાવ્રતનું મૂળ ગુણમાં રહીને યથાર્થ રક્ષણ કરે તો ચાર તીર્થમાં પુજ્યનિક બને, અને આત્મકલ્યાણ સાધે.
જેમ રહિણી પાંચદાણાની વૃદ્ધિ કરીને પ્રશસા પામી, તેમ સાધુ સાધ્વી પંચ મહાવ્રત લઈને, સંયમ તપમાં વૃદ્ધિ કરે તે આ ભવમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ ચારે તીર્થમાં પ્રશંસા પામે, પુજનિક બને અને પરભવમાં અનંત સંસારને છેદ કરી સિદ્ધગતિને પામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com