________________
૨૩
પડયો કે શું હું આ સત્ય જોઉં છું કે સ્વમ ? શું આ સાક્ષાત્ દેવીએ છે ? હું દેવ થયા હઈશ ? આ વખતે તેને ભગવાનનાં વચન યાદ આવ્યાં. તેણે પેલી સ્ત્રીઓ સામે જોયું તે તેમના પગ જમીનને અડકેલા હતા, તેમની આંખેા ક્ષણે ક્ષણે પલકારા મારી રહી હતી. આથી તે સમળ્યા કે ખરેખર ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. હવે મારે મારા ચારીના ધંધા ત્યજી દેવા જોઈએ, અને જે મહાવીરનું એકજ માત્ર વાક્ય સાંભળવાથી આટલું જાણવાનું મળ્યું તેા હેમના હંમેશના સંસર્ગથી કેટલાયે લાભ મળે, એમ વિચારી અભયકુમાર આવતાં તેણે પાતાની ચેારીના કૃત્યાને પશ્ચાત્તાપ કરી પ્રવાઁ લેવાની વાત વિદિત કરી. અભયકુમારે તેને છેડી દીધા. રાહિણીયે એકઠું કરેલું તમામ ધન શ્રેણિકરાજાને સાંપ્યું અને તે દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સપ્ત તપાદિ કરી તે દેવલાકમાં ગયા. ૧૯૭ લક્ષ્મણ.
અચેાધ્યાના રાજા દશરથની સુમિત્રા રાણીથી ઉત્પન્ન થયેલા પુત્ર. રાવણ નામના પ્રતિવાસુદેવને મારી આઠમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા; અને રામ બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રણ ખંડ જીતી લક્ષ્મણ અયેાધ્યાના રાજસિહાસને અચક્રવર્તી તરીકે બિરાજ્યા. તેમનું બીજું નામ નારાયણ હતું. બારહજાર વર્ષનું આયુષ્ય ભાગવી, મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી તે મૃત્યુ પામી ચેાથી નરકે ગયા.
૧૯૮ વણ.
વિશાળા નગરીના ચેડારાજાના નાગ નામના રથિકના પુત્ર. તે લ. મહાવીરના પરમ ભક્ત હતા. તેણે શ્રાવકના ખારવ્રત ધારણ કર્યાં હતા. તે મહાસમ સેનાપતિ પણ હતા, અને તપશ્ચર્યામાં પણ તે મહાસમર્થ હતા. એકવાર છઠ્ઠના પારણે અમ કરવાની તેની ઈચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com