________________
૮૯ હજાર સાધ્વીઓ,* ૨૯૦ હજાર શ્રાવકે અને ૩૮૩ હજાર શ્રાવિકાઓ હતા. ૨૫ હજાર વર્ષનું ચારિત્ર પાળી, એક માસના અનશને, સમેતશિખર પર ૯૦૦ મુનિઓ સાથે જેઠ વદિ તેરસે પ્રભુ મેક્ષમાં ગયા.
૨૦૬ શાળીભદ્ર.
રાજગૃહિમાં ગંભદ્ર નામના વિપુલ સંપત્તિશાળી શેઠ હતા. તેમને ભદ્રા નામની સુશીલ પત્ની હતી. તેમને એક પુત્ર થયે. નામ પાડયું શાળીભદ્ર. તેઓ મહા પ્રજ્ઞાવંત અને બુદ્ધિશાળી હોઈ છેડા વખતમાં ૭ર કળાઓ શીખી પ્રવિણ બન્યા. યુવાવસ્થા પામતા પિતાએ તેમનું કર સ્વરૂપવાન કન્યાઓ સાથે લગ્ન કર્યું. સ્ત્રીઓ સાથે સાંસારિક સુખ ભોગવતાં દિવસ કે રાત્રિ કેવી રીતે પસાર થાય છે, તે પણ તેઓ જાણતા ન હતા; અથાત, તેમને ત્યાં દુઃખ જેવી વસ્તુનું નામ નિશાન ન હતું. કેટલેક કાળે ગંભદ્ર શેઠ દીક્ષા લઈ મૃત્યુ પામ્યા અને દેવલોકમાં ગયા. તેમને પુત્ર પર અતિશય સ્નેહ હોવાથી શાળીભદ્ર અને તેની પત્નીઓના ભોગપભોગ માટે હમેશાં તેઓ વસ્ત્ર, ઘરેણાં અને મીઠાઈ ઓથી ભરેલી ૯૯ પેટીઓ મોકલાવતા. શાળીભદ્ર દેવ જેવું સુખ ભોગવતા, અને લાવવા લઈ જવા વગેરેનું સર્વ ગૃહકાર્ય ભદ્રામાતા કરતાં.
એક દિવસ કોઈ એક વેપારી રત્નની કબળ લઈને રાજગૃહમાં વેચવા આવ્યો. તે કાંબળો બહુમૂલ્યવાન હોવાથી શહેરને ધનિક વર્ગ તે ન ખરીદી શકે, એટલું જ નહિ પણ રાજગૃહના રાજા શ્રેણિકે પણ તે રત્ન કાંબળો ખરીદી નહિ. વેપારી નિરાશ
* બીજ એક પુસ્તકમાં ૬૧ હજાર છસે સાધ્વીઓ અને ૩ લાખ ૯૩ હજાર શ્રાવિકાઓ લખેલ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com