________________
૨૮૮
તે વખતે દેશમાં મરકી ચાલતી હતી, તે બંધ પડી ગઈ, તેથી તેમનું “શાંતિનાથ” એવું નામ પાડયું. શ્રી શાંતિનાથ પૂર્વભવમાં મેઘરથ રાજા હતા, તે વખતે તેમની અહિંસાપ્રિયતાની પ્રશંસા ત્રિભુવનમાં થઈ રહી હતી. ઈદ્રસભામાં તેમની પ્રશંસા થતાં એક મિથ્યાત્વી દેવે મેઘરથની પરીક્ષા કરવા એક પારેવું બનાવી તેમના આશ્રયમાં ઉરાડી મૂકયું હતું, પાછળથી તે દેવે બાજરૂપ કરી રાજા પાસે પિતાનું ભક્ષણ ભાગ્યું. રાજાએ કહ્યું કે શરણાગતને રક્ષણ આપવું, એ મારે ધર્મ છે. બાજપક્ષીએ કહ્યું કે માંસ એ મારા ખેરાક છે. જે પારેવું ન આપી શકે તે તેના શરીરના ભારભાર તારા શરીરનું માંસ કાપી આપ. રાજાએ તે કબુલ કર્યું. એક બાજુ એક પલ્લામાં પારેવું મૂક્યું, બીજી તરફ બીજા પલ્લામાં રાજા છરીવતી પોતાના શરીરનું માંસ કાપીને મૂક્ત, પણ દેવમાયાથી પારેવાવાળું પલ્લું નીચું જ રહેતું. પ્રજામાં હાહાકાર વર્તાયો. પ્રધાન વગેરેએ રાજાને તેમ ન કરવા સમજાવ્યા, પરંતુ મેઘરથરાજા બીજાના જીવના બચાવ આગળ પોતાના શરીરને અલ્પ ઉપયોગી ગણતા. છેવટે રાજાના પ્રણામ શુદ્ધ જાણ દેવ પ્રસન્ન થયું. તેણે મેઘરથની માફી માગી. રાજાએ અનુક્રમે અહિંસાધર્મમાં સર્વોત્કૃષ્ટ બની દીક્ષા લીધી, અને સન્ત તપ કરી દેવગતિમાંથી અહિયાં જન્મ લીધો. યુવાવસ્થા પામતાં તેઓ ૬૪૦૦૦ સ્ત્રીઓ પરણ્યા. અને છખંડ સાધી ચક્રવર્તી થયા. તેઓ ૨૫ હજાર વર્ષ કુમારપણે રહ્યા. ૫૦ હજાર વર્ષ ચક્રવર્તીપણે રાજ્ય ભોગવ્યું. તે પછી
કાંતિક દેવેની પ્રેરણાથી વરસીદાન આપી એક હજાર પુરૂષો સાથે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. સર્વ સમૃદ્ધિને ત્યાગ કર્યો. સખ્ત તપશ્ચર્યા કરતાં પ્રભુને એક જ માસને અંતે કૈવલ્યજ્ઞાન થયું. તે પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમને ૯૦ ગણધરે હતા.
શાંતિનાથ પ્રભુના શાસનપરિવારમાં ૬ર હજાર સાધુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com