________________
૨૭૮
છે. માટે બીજોરાપાક, જે તમે બનાવ્યો છે તે વહેરાવો. રેવતી બોલી: મહારાજ, તે તે વાપરી નાખ્યા. સિંહમુનિ બેલ્યાઃ પ્રભુના કહેવાથી હું જાણું છું કે તે પાક તમારા વાસણમાં થોડે ચોટી રહ્યો છે. આ જાણી હર્ષ પામી, રેવતીએ બીજોરાપાકનું પાત્ર લાવી, તેમાં ચેટેલો છેડોક બીજોરાપાક ઉત્કૃષ્ટ ભાવથી સિંહમુનિને વહારાવ્યો. આ ભાવનાના પ્રતાપે રેવતી શ્રાવિકાએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે ગૃહસ્થ ધર્મનું નિરતિચારપણે પાલન કરી તે દેવલોકમાં ગઈ.
૧૯૫ રહિણું. શ્રેણિક રાજાની રાજગૃહી નગરીમાં ધન્નાસાર્થવાહ નામના મહાઋદ્ધિવંત શેઠ રહેતો હતો. તેને ધનપાળ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત એ નામના ચાર પુત્રો હતા. તે ચારે પુત્રને ચાર સ્ત્રીઓ હતી. જેમના નામ ૧ ઉઝઝીયા, ૨ ભગવતી, ૩ રક્ષિતા, ૪ રહિણું અનુક્રમે હતાં. એક વખત ધન્નાસાર્થવાહને વિચાર થયો કે હું મહારા કુટુંબમાં અગ્રગણ્ય છું. દરેક કાર્ય મહારી સલાહથી જ કરવામાં આવે છે. પરંતુ હારી ગેરહાજરીમાં અગર મહારા મૃત્યુ પછી મારી સઘળી મીલ્કતની શી વ્યવસ્થા થશે, અથવા તે સારી રીતે કેણ સાચવી શકશે, અગર કુટુંબમાંના કેઈ માણસને કુરસ્તે જતા અથવા અકાર્ય કરતાં કોણ અટકાવશે; માટે હું હારી ચાર પુત્રવધુઓને ડાંગરના પાંચ અખંડ દાણું આપીને પરોક્ષા કરું કે તેમાં કેણુ અને કેવી રીતે તેની રક્ષા કરે છે, અથવા વૃદ્ધિ કરે છે.
એવો વિચાર કરીને બીજે દિવસે સવારમાં શેઠે મિત્રજ્ઞાતિ વગેરેને જમણ આપ્યું. તેમાં ચાર પુત્રવધુઓને બોલાવી સત્કાર સન્માન આપી જમાડી. પછી જ્ઞાતિજનો વચ્ચે મોટી પુત્રવધુ ઉઝઝીયાને બેલાવી, અને કહ્યું-વહુ, લ્યો આ પાંચ ડાંગરના દાણા, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com