________________
૨૭૬
રાજાએ દૂતને કહ્યું કે તારા રાજા ગોવાળના પુત્ર છે, માટે તેની સાથે મારી બેન નહિ પરણાવું, તેને તો શિશુપાળ રાજા સાથે જ પરણાવવી છે. આથી દૂત વિદાય થયા. આ તરફ નારદઋષિએ રુકિમણી પાસે જઈ કૃષ્ણનાં રૂપ ગુણના વખાણ કર્યા, એટલે રૂકિમણની ફેઈની યુકિતથી કૃષ્ણને છાની રીતે વિદર્ભના ઉદ્યાનમાં બેલાવવામાં આવ્યા, ત્યાં નાગદેવની પૂજા કરવાને બહાને રૂકિમણી પિતાની ફાઈ સાથે તે ઉદાનમાંના દેવળે ગઈ, ત્યાં શ્રી કૃષ્ણ આવી તેણીનું હરણ કર્યું, એ જ વખતે રૂકિમણુને વિવાહ પ્રસંગ હતો અને શિશુપાળ પેતાના સૈન્ય સાથે પરણવા માટે ત્યાં આવ્યા હતા. રૂકિમણીના હરણના સમાચાર તરતજ શહેરમાં ફરી વળ્યા. એટલે શિશુપાળ તથા રૂકિમ રાજા ક્રોધે ભરાયા; અને રુકિમણુને પ્રપંચથી રથમાં બેસાડીને ઉપાડી જતાં કૃષ્ણ અને બળભદ્રની તેઓએ પુંઠ પકડી. બળભદ્રે તેમને સામનો કર્યો, અને રૂકિમને પકડીને બાંધ્યો, પરંતુ છેવટે દયા લાવી તેને છોડી મૂકો. શિશુપાળ પણ નિરાશ બની પાછો ફર્યો. શ્રી કૃષ્ણ દ્વારિકામાં પહોંચી જઈ રુકિમણી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને પ્રદ્યુમ્ન નામે મહાસમર્થ પુત્ર થયે. આખરે દ્વારિકાનો દાહ સાંભળ્યા પછી બીજી રાણીઓ સાથે રુકિમણીએ દીક્ષા લીધી અને આત્મા કલ્યાણ કર્યું.
૧૯૩ રૂપી રાજા તે કુણાલ દેશની શ્રાવસ્તિ નગરીને રાજા હતો. પૂર્વભવમાં તે વસુ નામના રાજા અને મહાબલ કુમારને મિત્ર હતો. તે મહાબલ સાથે દીક્ષા લઈ સખ્ત તપ કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયે હતે. ત્યાંથી ચ્યવી શ્રાવસ્તિમાં તે રાજા થયો. તેને સુબાહુ નામે કુંવરી હતી. તેને ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ આવવાથી, તે નિમિત્તે રાજમાર્ગમાં પુષ્પને વિશાળ અને સુશોભિત મંડપ કરાવી વચ્ચે એક સુવર્ણની પાટ મૂકાવી તેના પર સુબાહુ કુંવરીને બેસાડીને રાણીઓએ તેણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com