________________
२७४
પ્રભુને વંદન કરવા ગયા. ત્યારબાદ સંયમ, તપ, ક્રિયાઓમાં આત્માને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી રાજેતી પણ મેક્ષમાં ગયા.
ધન્ય છે, રાજુમતી સમા બાળ બ્રહ્મચારી સતી-સાધ્વીને તેમને આપણુ ત્રિકાળ વંદન હજો.
૧૯૦ રામ તેઓ મુનિસુવ્રત સ્વામીના વખતમાં બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના ભાઈ લક્ષ્મણ વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા. રામચંદ્ર અયોધ્યાના સૂર્યવંશી રાજા દશરથના મોટા પુત્ર હતા. તેમની માતાનું નામ કૌશલ્યા. શ્રી રામ વિદેહ દેશના જનક રાજાની પુત્રી સીતાને પરણ્યા હતા. ઉંમર લાયક થતાં, તેમની અપર માતા કૈકેયીની સ્વાર્થ બુદ્ધિને કારણે પિતાના વચન પાલનને ખાતર તેમણે વનવાસ સ્વીકાર્યો. તેમની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં ગયાં; ત્યાં એક પર્ણકટિ બાંધીને રહ્યા. રામ લક્ષ્મણની ગેરહાજરીને લાભ લઈ લંકાનો રાજા રાવણ સીતાનું હરણ કરી ગયો. સીતા મહાસતી હેઈ રાવણની દુર્બુદ્ધિને તાબે થયા નહિ. રાવણની સ્ત્રી મંદરીએ પોતાના પતિને સતીને નહિ સંતાપતા પાછી મેંપી દેવાની વિનંતિ કરી, પરંતુ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ અનુસાર ઘમંડી રાવણે કોઈનું હિતકથન ગણકાર્યું નહિ. આખરે સીતાને પત્તો મળતાં, રામચંદ્ર તથા લક્ષ્મણે હનુમંત, સુગ્રીવ આદિ હાઓની મદદ લઈ લંકા પર ચડાઈ કરી, ત્યાં લક્ષ્મણે પ્રતિવાસુદેવ રાજા રાવણને માર્યો, અને તેનું રાજ્ય તેના ભાઈ વિભિષણને સોંપ્યું. ત્યારબાદ સીતાને લઈ રામચંદ્રજી વગેરે પાછા આવ્યા. વનવાસ કાળ પૂરો થયે તેઓ અયોધ્યામાં આવ્યા અને રાજ્ય સંભાળ્યું. ઘણું વર્ષો સુધી તેઓ લક્ષ્મણ સાથે રહ્યા. ત્યારબાદ લક્ષ્મણનું મૃત્યુ થતાં શ્રી રામે દીક્ષા લીધી; અને મહાતપ કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામી મેક્ષમાં ગયા. .(રામનું બીજું નામ પદ્મ પણ હતું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com