________________
૨૭૩
રાજેમતી–ધિકાર છે, મારા જીવનને, રહનેમિ, ધિક્કાર છે.
તમારા ભાઈ નેમનાથે મને વિષ સમાન માનીને છાંડી અને શું તમે તે છોડેલા વિષને ફરી ભોગવવા માગે છે ? અગંધન કૂળના સર્વે મરી જતાં પણ વમેલું વિષ પાછું ચૂસતાં નથી.
તો મહાન રત્નચિંતામણી સમાન મળેલા આ સાધુમાર્ગથી ભ્રષ્ટ બની તમારા ભાઈથી ઇંડાયેલી હું, તેની સાથે શું તમે ભગ ભોગવવા માગે છે? સ્વપ્નય પણ તેમ બનનાર નથી. વળી હું સાધ્વી છું એટલે તમારી તે ઈચ્છા ત્રિકાળે પણ તૃપ્ત થવાની નથી. એક તિર્યંચ સર્પ જેવાં પ્રાણીઓ પણ સમજે, અને તમે દીક્ષિત છતાં ભોગની ઈચ્છા ધરાવે છે? સમજે, રહનેમિ ! સમજે, તમારે આત્મ ધર્મ વિચારે. હું ઉગ્રસેન રાજાની પુત્રી છું, તમે સમુદ્રકુમારના પુત્ર છો. મહેરબાની કરી આપણું બંનેનાં કૂળ તરફ એકવાર નજર કરો. વળી સંયમી બનીને જ્યાં ત્યાં ફરતાં તમે ઘણી સાંદર્યવાન સ્ત્રીઓ જેશે, અને તેમાં મનલુબ્ધ કરશો તો અનંત સંસારમાં ભ્રમણ કરતા છતાં પણ તમારે પાર નહિ આવે. ઉત્તમ મનુષ્યભવ, ઉચ્ચકુળમાં જન્મ, શાસ્ત્ર શ્રવણ, સગુરૂને સમાગમ, જૈનધર્મ અને સંયમ, જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે ! જાએ, જાઓ, રહનેમિ, જાઓ, તમારા ભ્રષ્ટ વિચારો છોડી, વિશુદ્ધ થવા શ્રી નેમીશ્વર ભગવાન પાસે જાઓ, અને પાપની આલેચના લઈ સંયમમાર્ગને સુધારો.
આ સાંભળી રહનેમિ ઠંડાગાર થઈ ગયા. રાજેમતીના બોધક વચને રહનેમિના હૃદયમાં આરપાર ઉતરી ગયા. તેમણે તરતજ રાજેમતીની ક્ષમા માગી. તે સાથે પિતાને ખરાબ વાસનાથી ઠેકાણે લાવવા માટે તેની પ્રશંસા કરી. રહનેમિ નેમપ્રભુ પાસે જઈ આલેચના લઈ શુદ્ધ થયા, અને સંયમમાર્ગમાં અદ્દભુત રીતે આગળ વધી કૈવલ્યજ્ઞાનને પામ્યા.
રાજેમતીએ રહનેમિને સ્થિર કર્યો, ત્યાંથી કપડા પહેરી તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com