________________
ર૭ર
અનેક જીવને ઉદ્ધાર કરી, તેઓ ૯૫ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુની હયાતિમાં જ નિર્વાણ–મોક્ષ પધાર્યા.
૧૮૮ મંડિત ગણધર. છઠ્ઠા ગણધર શ્રી મંડિત, વાસિષ્ઠ ગૌત્રના, મૌર્ય ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયદેવી. તેઓ ઘણું જ બુદ્ધિમાન હતા, તેથી ટુંક સમયમાં ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમને ૩૫૦ શિષ્યો હતા. તેમને
બંધ અને મેક્ષ'ની બાબતમાં સંશય હતો, તે ભગવાને નિવાર્યો, એટલે તેમણે ૫૪મા વર્ષે પ્રભુ પાસે જેને પ્રવજ્ય અંગીકાર કરી; અને ગણધરપદ પામ્યા. ૧૪ વર્ષ છત્મસ્થ અવસ્થામાં રહ્યા પછી ૬૮ મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કેવળીપણે વિચર્યા પછી, ૮૩ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મુક્તિપદને પામ્યા.
૧૮૯ રહનેમી-રાજેમતી ધનપતિ કુબેરની બનાવેલી, સોનાના ગઢ અને રત્નના કાંગરાવાળી દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્યાસને હતા. તેમના અધિકાર નીચે બીજા સોળ હજાર રાજાઓ તે જ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમાંના એક રાજા ઉગ્રસેન પણ હતા. તેમને ધારિણી નામની રાણી હતી. તેમને એક પુત્રી હતી.નામ “રામતી. શ્રી નેમીશ્વર ભગવાન સંસારમાં હતા, અને લગ્ન ન્હોતા કરતા, પણ કૃષ્ણ વાસુદેવે ખૂબ કહેવાથી લગ્ન માટે તે કબુલ થયા અને તેમને વિવાહ આ રામતી સાથે નક્કી કરવામાં આવ્યો. લગ્નને દિવસે શ્રી મનાથ જ્યારે તોરણે આવ્યા, ત્યારે પશુઓને કરૂણવિલાપ સાંભળીને નેમનાથ પ્રભુ તરણેથી પાછા ફર્યા, અને દીક્ષા લીધી. રાજેમતી પણ મહાન સંસ્કારી હતી. તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી
ચવીને અહિં અવતરી હતી. રામતીને બીજે પરણવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com