________________
ત્રીજીવાર મુનિ પાસે જવલાં માગ્યાં. છતાં મુનિ શાંત રહ્યા તેથી સની વધારે ક્રોધાયમાન થયું. તેણે મુનિને ખૂબ માર માર્યો અને ચામડાની દોરીથી મુનિના હાથ પગ વગેરે મજબુત રીતે બાંધ્યા. પછી તેણે મુનિને જવલાં આપવાનું કહ્યું, પણ શાંતમૂર્તિ મુનિવરને તો પરિષહ સહન કરવાનું હતું. તેઓ પોતાના જીવ સમાન જ બીજા જીવોને પણ ગણતા હતા, તેથી તે સઘળું શાંતિથી સહન કરવા લાગ્યા. પછી સોનીએ મુનિને સખ્ત તાપથી ધગધગતી રેતીમાં બેસાડયા, અને તે માર મારવા લાગ્યો. સખ્ત તાપથી આ તપસ્વી મુનિનું શરીર ક્ષીણ થવા લાગ્યું, અને ચામડી ઉતરવા લાગી. માથામાં પણ ખાડા પડવા માંડયા. પરિણામે મેતાર્ય મુનિની ખોપરી ફાટી અને તડ દઈને અવાજ થયો. સોનીએ જાણ્યું કે હવે મુનિ મહારા જવલાં પાછા આપશે, પણ મુનિવર તો જેમ જેમ પરિસહ પડતો જાય તેમ તેમ સમભાવે સહન કરે, જરા પણ રોષ સોની ઉપર ન લાવે અને આત્માની અપૂર્વ ભાવનાનું સ્મરણ કરે. આવી રીતે આત્માની ઉચ્ચ દશાને ભાવતાં ત્યાંજ શ્રી મેતાર્ય મુનિવરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમને અમર આત્મા દેહથી જુદો પડીને નિર્વાણપદને પામ્યો.
તેવામાં એક બાઈ માથે લાકડાને ભારે લઈને જતી હતી. અતિશય ભાર લાગવાથી તેણે તે ભારે સોનીના ઘર આગળ જોરથી પછાડે. ભારે નીચે પડવાથી મોટો અવાજ થે. જેથી પેલું ઝાડપર બેઠેલું કૌંચ પક્ષી બન્યું. તેનું મોઢું એકદમ પહોળું થઈ ગયું. આથી પેલાં ચરી ગયેલાં જવલાં તેના મોઢામાંથી બહાર નીકળી ગયાં અને નીચે પડયાં.
સોનીની નજર તરત જવલાં તરફ ગઈ. જવલાને જોતાં જ તે ઠંડગાર થઈ ગયો. મુનિને વિના વાંકે દુઃખ આપ્યા બદલ તે ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. સોનીને લાગ્યું કે મુનિવરને મારી નાખ્યાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com