________________
૨૬૭
તે પગ નીચે મૂકવાને વિચાર કર્યો, તેવામાં તે જગ્યાએ એક સસલો તારા જોવામાં આવ્યું. પ્રાણુ જીવની મહાન દયાની ખાતર તેં તારે પગ નીચે ન મૂકતાં અધર રાખે. હે મેઘ, તે જીવદયાના મહાન પ્રભાવે તે તારે સંસાર કાપી નાખે, અને મહાન રત્નચિંતામણિ સમાન અમૂલ્ય મનુષ્યભવનો બંધ કર્યો. તે વનદવ અઢી દિવસ સુધી રહ્યો. અને પછી શાંત થવાથી પ્રાણીઓ ફરવા લાગ્યા. સસલો પણ ત્યાંથી ખસી ગયે. આટલો વખત અધર પગે ઉભો રહેવાથી, તું નિર્બળ, અશક્ત બની ગયે. અને પગ નીચે મૂકતાની સાથે જ તું એકદમ નીચે ઢળી પડે. અત્યંત વેદના પામી ત્યાં જ તું મરણ પામ્યા અને તે જીવદયાના પ્રતાપે તું મેઘકુમાર થયો. તિર્યંચના ભવમાં જ્યાં સમક્તિ પ્રાપ્તિની આશા પણ જોતી, તે વખતે અપાર કષ્ટ વેઠીને તેં સમતા દાખવી ! તે ઉત્તમ કુળમાં જન્મીને, અને જૈન ધર્મ પામીને સાધુ મુનિના હાથપગના સંઘર્ષણની અલ્પ કિલામના પણ હે મેઘ, તું સહન ન કરી શકે તે કેટલા ખેદની વાત?
મેઘ મુનિ આશ્ચર્યમુગ્ધ બન્યા. ગતરાત્રિએ કરેલાં અશુભ વિચારેને તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આમ વિચાર કરતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે વડે ભગવાનની વાત સત્ય માનીને વૈરાગ્ય ભાવનામાં ચડયા. પ્રભુ પાસે પુનઃ તેમણે દીક્ષા લીધી. સખ્ત તપ જપ ધ્યાન ધરી સર્વ નિગ્રંથને ખમાવીને સંથારે કર્યો, એક ભાસને સંથારે ભગવી સમાધિ સહિત કાળ કરી તેઓ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષ જશે.
ન્યાય–જેવી રીતે ભગવાન મહાવીરે મેઘકુમારને મધુર વચનથી. સમજાવી સંયમમાર્ગમાં સ્થિર કર્યો, તેવી જ રીતે આચાર્યો કેઈપણ અવિનિત શિષ્યને મધુર વચનથી સમજાવી સંયમ માર્ગમાં સ્થિર કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com