________________
૨૬૮
૧૮૫ મેતા મુનિ.
ઉનાળાના સખ્ત તાપમાં મેતા નામના એક જૈન મુનિ ગૌચરી અર્થે રાજગૃહિ નગરીમાં નીકળ્યા છે. મુનિવર મહાન તપસ્વી અને સહનશીલતાના અવતાર છે. એક માસના ઉપવાસ છતાં તેમનું તેજ, ગંભીરતા અને આત્મશ્રદ્ધા જેવાને તેવાજ સુદૃઢ છે. ભિક્ષાર્થે કરતા કરતા આ મેતાય મુનિવર એક સાનીના ઘર પાસે થને જતા હતા. સાનીની દૃષ્ટિ આ સાધુ ઉપર પડી. સાનીએ ઉભા થઈ તેમને વંદન કરીને વહેારવાનું આમંત્રણ કર્યું. મુનિ આહાર માટે સાનીના ઘરમાં ગયા. સેાની કોઈ ગ્રાહકને માટે સાનાની નવમાળા તૈયાર કરતા હતા. અને તે માટે તે સેાનાના જવલાં બનાવતા હતા. મુનિને વહેારાવવા માટે કામ એમને એમ પડતું મૂકીને સાની રસાડામાં ગયા અને મુનિને પ્રેમપૂર્વક આહાર પાણી વહેરાવ્યાં. જે વખતે સેાની આ મુનિને વહેારાવતા હતા, તે વખતે એક ક્રૌંચ નામનું પક્ષી સેાનીના ઘરમાં આવ્યું અને પેલાં સાનાનાં અનાવેલાં જવલાં ચરી ગયું. પછી તે ઉડીને સામેના એક ઝાડની ડાળી પર બેસી ગયું. આ દૃશ્ય મેતા મુનિના જોવામાં આવ્યું. મેતાય સુનિ આહાર લઇને બહાર નીકળ્યા.
હવે પેલે સેાની મુનિને વહારાવીને કામ હાથમાં લેવા જાય છે કે તરતજ પેલાં જવલાં તેના જોવામાં આવ્યાં નહિ. સાનીને શંકા થઈ કે જરૂર આ મુનિએ જવલાં લીધા હશે. તેથી તે મુનિ પાછળ દોડયા; મુનિ બહુ દૂર ન્હાતા ગયા તેથી સેાની તરતજ મુનિને પકડી લાવ્યા અને તેમને કહેવા લાગ્યાઃ—હે મુનિ, મ્હારાં જવલાં ચારી ને લઈ જાવ છે તે પાછા લાવે. મુનિ મૌન રહ્યા, કુરીવાર સાનીએ કહ્યું, છતાં મુનિ ખેલ્યા નહિ. મેતા` મુનિને લાગ્યું કે જો હું કહીશ કે આ ઝાડ પર બેઠેલું પક્ષી તારા જવલાં ચરી ગયું છે, તેા જરૂર આ સેાની આ બિચારા પક્ષીને મારી નાખશે. સાનીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com