________________
૨૭૦
વાત જે રાજા જાણશે તે! મારા બાર વાગી જશે. હાય ! હું હવે શું કરૂં ? એમ વિચારી તે સાનીએ મુનિ પાસે જઈ મેતાય મુનિવરના કપડાં પહેરી લીધાં, અને દીક્ષિત બનીને તે ત્યાંથી ચાલી નીકળ્યા. સખ્ત તપ જપ કરી, સંયમ પ્રવાર્યાં પાળીને તેણે પણ આત્માનુ કલ્યાણ કર્યું. ધન્ય છે મેતા મુનિ જેવા મહાનુભાવી ક્ષમાશ્રમણને.
૧૮૬ મેતા ગણધર.
વદેશમાં આવેલાં વૃંગિક ગામમાં વસતા કૌડિન્ય ગૌત્રના દત્ત નામના બ્રાહ્મણુ અને વરૂણદેવા માતાના તેઓ પુત્ર હતા. ઉમર લાયક થતા વેદાદિ છ શાસ્ત્રમાં પ્રવિણુ બની, તે ૩૦૦ શિષ્યાના અધ્યાપક થયા. તેમને ‘ પરલેાક છે કે નહિ ' એ વિષયના સંશય હતા, તે ભગવાન મહાવીરે દૂર કર્યાં, આથી તેમણે પેાતાના શિષ્યા સહિત ૩૭ વર્ષની ઉંમરે પ્રભુ પાસે દીક્ષા લીધી; અને ભ. મહાવીરના દશમા ગણધરપદે આવ્યા. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, ૪૭ મા વર્ષમાં કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવર્ત્યામાં વિચરી એકદર ૬૨ વનું આયુષ્ય પૂર્ણ કરી તે નિર્વાણ પામ્યા.
૧૮૭ મા પુત્ર ગણધર
પ્રભુ મહાવીરના સાતમા ગણધર મૌ પુત્ર થયા. તે કાસ્યપગાત્રના મૌ ગામ નિવાસી મૌય નામક બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા. તે ચાર વેદ, ચૌદ વિદ્યાદિ અનેક શાસ્ત્રોમાં પારંગત હતા, અને ૩૫૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને દેવા છે કે નહિ ' એ બાબતના સંદેહ હતા, તે ભ. મહાવીરે દૂર કર્યાં, એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, ૮૦ મા વર્ષની શરૂઆતમાં કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવાઁમાં વિચરી
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com