________________
૨૬૫
દેહનું સાર્થક કરે, અને ખડગની ધાર સમાન કઠિન સંયમ માર્ગ ગ્રહણ કરવાના વિચારે છેડી દ્યો.'
મેઘકુમારે કહ્યું –માતા, આ ક્ષણભંગુર મનુષ્ય દેહને વિશ્વાસ શે? વિદ્યુતના ચમકારસમું; પાણીના પરપેટા જેવું, અને સંસ્થાના રંગ સરખુ આ આયુષ્ય અસ્થિર છે, ક્ષણિક છે, અને આગળ કે પાછળ જરૂર આ નાશવંત શરીરને છોડડ્યા વગર છૂટકે નથી જ. તે પછી અત્યારે જ એ સર્વ મેહ અને મમતા કેમ ન તજવાં? વળી મનુષ્યનું શરીર માત્ર દુર્ગધનું જ ભાજન છે, તેમાં મળ, મૂત્ર, શ્લેષ્મ અને રૂધિરને પાર નથી. માટે તે લલનાઓનાં અશુચિ કામ ભેગોને તિલાંજલી આપવી, અને અનર્થનું મૂળ એવી લક્ષ્મીને ત્યાગ કરવો એમાંજ ખરી વીરતા રહેલી છે. યમદૂતના દરબારમાં જતી વખતે તેમાંનું કશુંયે સાથે આવવાનું નથી, માટે એ કનક અને કાંતાને ત્યાગ કરી અપૂર્વ સંયમ માર્ગમાં પ્રવૃત્ત થવાની મારી પરમ જીજ્ઞાસા છે. માટે હે માતા ! મને સહર્ષ દિક્ષા લેવાની રજા આપે. અનેક પ્રકારની આશાઓ અને લાલચ આપવા છતાં, મેઘકુમારને તેના વિચારમાંથી એક ડગ પણ હઠાવવા તેના માતાપિતા સમર્થ ન થયાં. તેથી માતાપિતાએ દીક્ષાની પરવાનગી આપી. પરંતુ પોતાના સંતોષને માટે એક દિવસનું રાજ્ય ભોગવવાની સરત, મેઘકુમારે કબુલ કરી. કૌટુંબિક પુરૂષોને બોલાવી મેઘકુમારને રાજ્યાભિષેક કર્યો. અનેક સૂવર્ણનું દાન કરી, એક દિવસનું રાજ્ય ભોગવી, સર્વ વસ્ત્રાલંકારે ઉતારી મેઘકુમારે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. એક પાલખીમાં બેસી રાજગૃહમાંથી નીકળી ગુણશિલ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પાસે તે આવ્યા અને રાજા શ્રેણિક તથા ધારિણી દેવીએ પ્રભુ મહાવીરને પુત્ર ભિક્ષા અર્પણ કરી. પ્રભુએ મેઘકુમારને દીક્ષિત બનાવી પોતાની પાસે શિષ્ય તરીકે રાખ્યા.
મેઘકમારે સઝાય ધ્યાનમાં દિવસ પસાર કર્યો. રાત્રી થઈ અને નિયમ મુજબ તેમને સૂવાની પથારી સર્વ મેટા સાધુઓથી છેલ્લી,
અને જવા આવવાના દ્વાર પાસેજ કરવામાં આવી. રાત્રિના વખતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com