________________
૨૬૩
દાસી દ્વારા રાજા શ્રેણિકને ખબર પડી. રાજા શ્રેણિક દોહદ પૂર્ણ કરવાનું ધારિણું રાણુંને વચન આપીને પિતાના આવાસમાં ચિંતામગ્ન બેઠો હતો. પિતાને આશ્વાસન આપ્યા બાદ અભયકુમાર વિચારમાં પડ્યો. દેવતાની સહાય વગર માનવજાતિની મગદૂર નથી કે અકાળે મેઘ પૃથ્વી ઉપર વરસાવી શકે. અભયકુમારે પોતાના પૂર્વ પરિચયવાળા પહેલા દેવલોકના સુધર્મ નામના દેવનું સ્મરણ કરવા પૌષધ શાળામાં જઈ અઠમ ભક્ત પૌષધ કર્યો. તપના પ્રભાવથી દેવનું આસન ચલિત થયું. દેવ આવ્યો અને પિતાને બેલાવવાનું કારણ પૂછ્યું. અભયકુમારે સર્વવાત નિવેદન કરી. વચન આપી દેવ ગયો.
અને ધારિણી દેવીની ઈચ્છા મુજબ અકાળે મેઘની વૃષ્ટિ થઈ. ધારિણી રાણ શ્રેણિક રાજા સાથે નગર–ઉદ્યાન વગેરે સ્થળે ફરી, અને વરસાદથી ઉગેલી વનસ્પતિ વગેરેનું અનુપમ સૌંદર્ય નિહાળી સંતોષ પામી. દોહદ પૂર્ણ થયો અને તે આનંદથી ગર્ભનું રક્ષણ કરવા લાગી. સવા નવ માસે પુત્રને જન્મ થયે. રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. ગર્ભમાં મેઘને દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી તેનું નામ
મેઘકુમાર પાડવામાં આવ્યું. પાંચ ધાવમાતાએ અને અનેક દાસીઓના લાલનપાલન વડે કુમાર વધવા લાગ્યા. નવ વર્ષે કળાચાર્ય પાસે ભણવા મૂક્યા અને ૭ર કળામાં પ્રવીણ થયા. અનુક્રમે થવનાવસ્થા પામ્યા, ત્યારે તેમને અત્યંત સંદર્યવાન, પવનરસ ભરપુર એવી આઠ સ્ત્રીઓ પરણવવામાં આવી. એક દેદિપ્યમાન, સુશોભિત રાજ્યભુવનમાં કુમાર તે સૌદર્યમુગ્ધા રમણિઓના વિલાસમાં આનંદ ઉપભોગ કરવા લાગ્યા.
એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ પ્રામાનુગ્રામ વિહાર કરતા રાજગૃહી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. નગરજનોના ટોળેટોળાં પ્રભુમહાવીરના દર્શન કરવાને હર્ષાતુર વદને ઉદ્યાન તરફ
+ ડહેળા, ઇચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com