________________
૨૬૨
કૈવલ્યજ્ઞાન થયું. આ વખતે ચંદનબાળાની પથારી પાસેથી સપ જતો હતો, તે મૃગાવતીએ પિતાનાં દિવ્ય જ્ઞાન વડે જે, તેથી તેમણે ચંદનબાળાને હાથ ઉંચે કર્યો. આથી ચંદનબાળાએ જાગૃત થઈ તેમ કરવાનું કારણ પૂછયુંઃ મૃગાવતીએ કહ્યું. આપની પથારી પાસે સર્પ હતો. ચંદનબાળા બોલ્યાઃ હમે આ અંધારી રાત્રે કેમ જાણ્યું? મૃગાવતીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો. મહાસતીજી, મહને આપના પ્રતાપે કેવળજ્ઞાન થયું છે. આ સાંભળી ચંદનબાળા ચમક્યા અને વિચારવા લાગ્યા કે અહે, મેં કેવળીની આશાતના કરી. એમ ચિંતવતાં ચંદનબાળાને પણ કેવલ્યજ્ઞાન થયું. કેટલોક સમય કેવલ્ય પ્રવજ્યમાં ગાળી મૃગાવતી મોક્ષમાં ગયા.
૧૮૪ મેઘકુમાર.
સંદર્યસમી રાજગૃહી નગરીનો મહારાજા શ્રેણિક એક દિવસે સવારમાં પિતાના રાજ્યભવનમાં સિંહાસન પર અત્યંત શોક સાગરમાં બેઠો હતો. તેની મુખમુદ્રા નિસ્તેજ જણાતી હતી. અને તે કઈ મહાન કાર્ય પૂર્ણ કરવાના મનોરથોમાં મગ્ન હતા. તે સમયે અભયકુમાર નામનો મહાબુદ્ધિશાળી મંત્રી અને સુપુત્ર નિત્યનિયમ પ્રમાણે પિતાશ્રીના પાયવંદન કરવા આવ્યો. શોકમાં ગરકાવ થયેલા મહારાજાએ કુમારનો સત્કાર ન કર્યો. બુદ્ધિવાન કુમારે પિતાશ્રીની શોકજન્ય દશા નિહાળી અતિ નમ્રતાથી ઉદાસીનતાનું કારણ પૂછ્યું અને પોતાની અલ્પમતિ અનુસાર ઈષ્ટ કાર્ય સિદ્ધ કરવાનું વચન આપ્યું. મહારાજા શ્રેણિકે સર્વ વાત નિવેદન કરી.
તે ચિંતા શાની હતી? અભયકુમારની નાની માતા ધારિણું દેવીને ગર્ભાવસ્થામાં અકાળે મેઘ વરસતે જોવાની ઉત્કટ ઈચ્છા થઈ હતી, અને તે ઈચ્છા પૂર્ણ કરવા ચિંતાતુર હતી. અહર્નિશ આત ધ્યાન ધ્યાતી, દિવસે દિવસે તે ક્ષીણ થતી જતી હતી. આ વાતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com