________________
૨૬૦
૧૮૩ મૃગાવતી. તે વિશાળા નગરીના ચેટક રાજાની પુત્રી હતી. તેને કૌશાંબી નગરીના રાજા શતાનિક સાથે પરણાવી હતી. સતીઓની પ્રશસ્તિમાં તેમનું નામ મુખ્ય છે. એકવાર કેઈ એક ચિત્રકારે મૃગાવતીના સુશોભિત દેહનું સ્વરુપ ચીતરીને ઉજજયિનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવ્યું, આથી કામમાં હમેશાં અંધ છે એવા ઉજ્જયિની પતિએ કૌશાંબી ઉપર ચડાઈ કરી, તે વખતે શતાનિક રાજા ભયને માર્યો અતિસાર રેગથી મૃત્યુ પામ્યો. મૃગાવતીએ સમયસૂચકતા વાપરી ચંડપ્રદ્યોતને કહેવરાવ્યું કે હું તમારી સાથે જરુર લગ્ન કરીશ. કારણ કે ઉજ્જયિની જેવી મહાનગરીની હું પટ્ટરાણી બનું એ અપૂર્વ લાભ કોણ ગૂમાવે? પરંતુ મારે બાળપુત્ર નાનો છે, જેથી તેને માટે કૌશાંબી કિલ્લે મજબૂત બનાવો, તેમજ ધન, ધાન્ય તથા હથિયારેથી શહેરને સમૃદ્ધ કરે, કે જેથી મારા પુત્રને કોઈ દુશ્મને હરાવી ન શકે. પ્રદ્યોત રાજા મૃગાવતીના આ પ્રપંચમાં લોભાયો; અને શહેર બહારથી બધી તૈયારીઓ કરવા લાગે. તે વખતે મૃગાવતી નગરીના દ્વાર બંધ કરાવી દીધા. ચંડપ્રદ્યોત્ પોતે છેતરાય છે, એમ સમજી તે કૌશાંબીને ઘેરે ઘાલી પડે.
આ સ્થિતિમાં મૃગાવતીએ હવે શું કરવું તેને નિર્ણય કર્યો. મૂળથી જ તે સંસ્કારી અને ધાર્મિક હોવાથી તેનામાં વૈરાગ્ય ભાવનાના આંદલને ખડા થયા. તેણીએ ભ. મહાવીર પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ જ અરસામાં પ્રભુ મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતાં કૌશાંબીના ઉદ્યાનમાં આવી સમસર્યાં. વાયુવેગે પ્રભુ પધાર્યાની વાત શહેરમાં પ્રસરી ગઈ. આ વાત જાણે મૃગાવતીને અનહદ આનંદ થયો. તેણે નગરીના દ્વાર તરત જ ઉઘડાવી નાખ્યા અને તે પ્રભુ મહાવીરના દર્શને નીકળી. બીજી તરફ ચંડપ્રદ્યોત પણ પ્રભુની દેશનામાં આવ્યો. ભ. મહાવીરની અમૃત સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com