________________
૫૮
રાજાને વાત જણાવી. પ્રથમના જ આ પુત્ર હાવાથી તેને મારવાથી બીજા બાળકો નહિ જીવે, એમ રાજાએ અભિપ્રાય આપવાથી પતિની આજ્ઞા માની રાણી તેનું રક્ષણ કરવા લાગી.
મૃગાવતીએ તે બાળકને એક ભાંયરામાં રાખ્યું, અને રાજ તેને આહાર આપવા લાગી. બાળક આહાર કરે કે તરત જ તે લેાહી થઈ જાય, અને ફરી તે àાહીના બાળક આહાર કરે. આવી દુર્ગંધમય નર્ક સમાન સ્થિતિ ભાગવતા આ કુમાર દિવસેા વ્યતીત કરતા હતા.
એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ મૃગા ગામના ચંદનપાદપ નામના ઉદ્યાનમાં પધાર્યાં. વિજયરાજા અને પિરષદ્ વંદન કરવા આવી. તે વખતે તે ગામમાં રહેતા એક જન્માંધ ભીખારી, જેના મ્હાંપર પુષ્કળ માંખીયા બણબણતી હતી તે પોતાની સાથેના એક દેખતા માણસની સહાયથી પ્રભુની સભામાં આવ્યા. પ્રભુએ બધાને ધદેશના આપી. સૌ વંદન કરી પોતપોતાના સ્થાનકે ગયાં.
તે સમયે પ્રભુના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમસ્વામી પેલા અધ માણસને દેખી ઉત્પન્ન થયેલા વિચારાના નિય કરવા પ્રભુ પાસે આવ્યા. તેમણે વિનયપૂર્ણાંક પૂછ્યું. હે પ્રભુ, બીજી કોઈ સ્ત્રીએ પેલા જન્માંધ માણસની જેમ બીજા કાઈ એવા બાળકને જન્મ આપ્યા છે ? પ્રભુએ કહ્યું. હા, દેવાનુપ્રિય. આ ગામમાં વિજયક્ષત્રિય રાજાને ત્યાં મૃગાવતી રાણીને એક પુત્ર અવતર્યો છે. જે જન્મથી આંધળેા, મ્હેરા, મુંગા, લુલો છે, જે પોતાના શરીરનાં માંસ લેહી ઈત્યાદિને વારવાર આહાર કરે છે. વળી તેને એક ગુપ્ત ભોંયરામાં રાખવામાં આવ્યા છે. ગૌતમસ્વામીને આ કથન સાંભળવાથી તેને જોવાને વિચાર થયા અને પ્રભુની આજ્ઞા મેળવી તેઓ મૃગાવતીને ત્યાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com