________________
૨૫૭
હતો, એટલું જ નહિ પણ ગામમાં ચોરીઓ કરાવી, રસ્તે જતાં લકોને લુંટી, પોતાની તિજોરીમાં ધન ભેગું કરતો. પ્રજા તેનાથી ત્રાસ ત્રાસ પિકારી રહી હતી. છતાં તે બેપરવાહ બનીને પ્રજાને નિર્ધન બનાવી, દુઃખી કરતો અને પિતે સ્વછંદપણે મોજ શોખ કરી દિવસો વિતાવતા હતા. એકવાર આ એકાઈ રાઠોડના શરીરમાં સોળ પ્રકારના મહા રેગ ઉત્પન્ન થયા, રાઠોડ દુઃખથી પીડાવા લાગે. ગામમાં ઢંઢેરો પીટાવી ઘણું વૈદ દાક્તરોને ઉપચાર અર્થે તેણે તેડાવ્યા, પરંતુ તેને એક પણ રોગ મટે નહિ. મહાવેદના પામી, અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી તે પાપકર્મના ઉદયથી મરણ પામીને રત્નપ્રભા નામે પહેલી નરકમાં ગયો.
ત્યાંથી નીકળીને, તે મૃગાગામ નામના નગરમાં વિજયક્ષત્રિય રાજાની મૃગાવતી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ મૃગાવતી રાણુના શરીરમાં અતુલ વેદના થઈ. જે દિવસે મૃગાવતીના શરીરમાં આ ગર્ભ આવ્ય, તેજ દિવસથી વિજયક્ષત્રિય રાજાની પ્રીતિ મૃગાવતી ઉપરથી ઓછી થઈ. મૃગાવતીએ વિચાર કર્યો કે રાજા ભારાપર પહેલાં ઘણી જ પ્રીતિ રાખતા. પરંતુ
જ્યારથી આ ગર્ભ પેટમાં આવ્યો છે, ત્યારથી રાજાની મારા પર અપ્રીતિ થઈ છે, માટે આ ગર્ભને ઔષધ વગેરેથી પાડી નાખવો, એમ ધારી તે ગર્ભપાતને માટે ઘણા ઉપચાર કરવા લાગી, છતાં ગર્ભપતન થયું નહિ, તેથી તે ઉદાસીન ભાવે રક્ષણ કરવા લાગી.
તે બાળકને ગર્ભાવસ્થામાંથી ભસ્માગ્નિ નામનો રોગ થયો હતો. તેથી બાળક જે વસ્તુને આહાર કરે તે વસ્તુ તત્કાળ વિધ્વંસ થઈને રક્ત (લોહી) થઈ જાય. નવ માસ પૂર્ણ થતાં મૃગાવતીએ તે પુત્રને જન્મ આપ્યો. નામ મૃગાપુત્ર. જન્મતાંજ તે આંધળો, હેરે, મેંગે, અંગોપાંગ રહિત, માત્ર ઈયિને આકાર રૂપે હતે. આવું ભયંકર બાળક જોઇને મૃગાવતીએ ભયભીત બની, ત્રાસ પામીને તેને ઉકરડામાં ફેંકી દેવાનો વિચાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com